Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ચોમાસાની વિદાયમાં વિલંબ!

ભાદરવા બાદ આસોમાં પણ વરસાદી માહોલ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૯ :.. વાંકાનેરમાં શુક્રવારે બપોરે અચાનક હવામાન પલ્‍ટો લઇ માત્ર ૧પ મીનીટમાં ૧૬ મી. મી. વરસાદ વરસી જતા ગરમીથી ત્રસ્‍ત શહેરીજનોને રાહત થવા પામી હતી.
નિયમિત ચોમાસુ કેલેન્‍ડર મુજબ દર વર્ષે સપ્‍ટેમ્‍બરની મધ્‍યે નેઋત્‍યનું ચોમાસુ વિદાય લઇ લેતુ હોય છે. પણ આ વેળા  ચોમાસુ વિદાયને એક માસ મોડુ થવાનું નિヘતિ બન્‍યું છે.
રાજયમાં હાલના વરસાદી ઝાપટા અરબ સાગર સ્‍થિત સાયકલોનિક સીસ્‍ટમને કારણે શકય બન્‍યા છે. જો કે આગામી ૧પ થી ર૦ ઓકટોબર દરમ્‍યાન બંગાળની ખાડીમાંથી ઉદભવનારા એક ચક્રાવાતથી દેશના મોટા હિસ્‍સામાં અતિવૃષ્‍ટિનું જોખમ તોળાઇ રહ્યુ છે. સાઉદી અરેબિયા દ્વારા નામકરણ પામેલું ‘જવાદ' વાવાઝોડું આંધ્ર-ઓડીસાથી લેન્‍ડ ફોલ થઇ દેશના મધ્‍યભાગે પહોંચશે. બાદમાં જો તેનો ટ્રક ગુજરાત થઇ અરબ સાગર રહેશે તો ગુજરાતમાં ઓકટોબરના અંતિમ દસકામાં વરસાદી મહેર નહીં પણ વરસાદી કહેર ન રૌદ્ર સ્‍વરૂપ આકાર પામી શકે છે. જો કે આ સાયકલોનની આગળ ધપવાની દિશા પર નીર્ભર રહે છે.

 

(11:45 am IST)