Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કચ્છમાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં કરણી સેનાના રાષ્ટ્રીય સેનાધ્યક્ષ રાજસિંહ શેખાવતની અમદાવાદથી ધરપકડ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૯: કચ્છના રાપર મધ્યે ઓકટોબર ૨૦૧૯ દરમ્યાન યોજાયેલી સભામાં અનુ. જાતિ સમાજ વિશે ભડકાઉ ભાષણ આપવા બદલ રાષ્ટ્રીય કરણી સેનાધ્યક્ષ રાજસિંહ ઉર્ફે રાજેન્દ્રસિંહ શ્રવણસિંહ શેખાવત સામે એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી.

આ કેસ સંદર્ભે ભચાઉ ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ રાપર પીએસઆઈ પી.એન. ઝીંઝુવાડિયા અને પોલીસ ટીમે રાજસિંહ શેખાવતને અમદાવાદના નરોડા મઘ્યેની શેખાવત હોટલમાંથી ઝડપી ભચાઉ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ગળપાદર જેલનું વોરંટ ભરી આપતાં પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો હતો.

(11:24 am IST)