Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

સરકારની વિકાસલક્ષી યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું લક્ષ્ય : રાજ્યમંત્રી પ્રદીપ પરમાર

કચ્છમાં જન આશિર્વાદ યાત્રાનો પ્રારંભ : નવું મંત્રી મંડળ નવા જુસ્સા સાથે લોકસેવા માટે તૈયાર : ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૯ : રાજયના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદિપભાઇ પરમાર જન આશિર્વાદ યાત્રા અન્વયે કચ્છના પ્રવાસે છે. જન આર્શીવાદ યાત્રા અંતર્ગત તેઓએ સામખીયાળી, ભચાઉ, ગાંધીધામ, અંજાર, માધાપર ખાતે જાહેર સભાઓ યોજી હતી. આ પ્રસંગે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારે જણાવ્યું હતું કે, આ જન આશિર્વાદ યાત્રાએ ખરેખર લોકો સુધી પહોંચી છેવાડાના વિસ્તારોના લોકો જે ગરીબ છે વંચિત છે તેમના સુધી અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કલ્યાણકારી કાર્યો પહોંચાડવાનો છે.

આ પ્રસંગે પૂર્વ રાજયમંત્રીશ્રી તેમજ અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, આ જન આશિર્વાદ યાત્રા જનતાના આશિર્વાદ મેળવવા માટેની યાત્રા છે. સરકારશ્રીના વિકાસના કામોને વધુ ઉંચાઈએ લઇ જવા માટે નવું મંત્રીમંડળ કટિબધ્ધ છે. ઉપરાંત નોંધ લઇ મંત્રીમંડળને પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યકત કર્યો હતો. આ તકે ગાંધીધામ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, નવું મંત્રીમંડળ નવા જુસ્સા સાથે ગુજરાતની સેવા માટે તૈયાર છે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ જન આશિર્વાદ યાત્રા.

આ પ્રસંગે મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારે અન્ય મહાનુભાવો સાથે ગાંધીધામ મધ્યે સરદાર પટેલની પ્રતિમાને તેમજ અંજાર ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પની માળા અર્પણ કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી સાથે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા તેમજ અગ્રણી સર્વશ્રી રમેશભાઇ મહેશ્વરી, પંકજભાઇ ઠકકર, નરેશભાઇ ગુરવાણી, મહેન્દ્ર જુણેજા, મોમાયાભાઇ ગઢવી, જે.પી.મહેશ્વરી, વિકાસભાઇ ગોર, ભરતભાઇ શાહ, હિતેશભાત ગૌરી લીલાવંતીલેન પ્રજાપતિ,બહાદુરસિંહ જાડેજા, વિજયભાઇ પલણ, સુરેશભાઇ ટાંક, ડેનીભાઇ શાહ વગેરે ઉપસ્થિત રહયા હતા.અંજારથી ભુજ તરફ આગળ વધતા યાત્રા સીનુગ્રા, ચંદિયા, કોટડા, પીથોરાપિર, કુકમા, ભૂજોડી અને માધાપર થઈને છેલ્લે ભુજ તરફ પ્રસ્થાન કર્યું હતું. આ પ્રસંગે જીલ્લા સંગઠન પ્રભારી હિતેશભાઈ ચૌધરી, કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા, દિલીપભાઈ શાહ, વિકાશભાઈ રાજગોર, અશોકભાઈ હાથી, અરજણભાઈ રબારી, કુલદીપસિંહ જાડેજા, યાત્રાના જીલ્લા ઇન્ચાર્જ જયંતભાઈ માધાપરિયા, રમેશભાઈ મહેશ્વરી, ભરતભાઈ શાહ સહીત જીલ્લા હોદેદારો, વિવિધ મંડલ ના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહીત કાર્યકર્તાઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

યાત્રાની વ્યવસ્થામાં જીલ્લા યુવા મોરચા પ્રમુખ તાપસભાઈ શાહ તેમજ હિતેશભાઈ પટેલ, વિશાલભાઈ મહેશ્વરી, ભાર્ગવભાઈ શાહ, જીલ્લા મીડિયા સેલ સહ ઇન્ચાર્જ કેતનભાઈ ગોર સહીત યાત્રાના વિવિધ ઇન્ચાર્જશ્રીઓ વ્યવસ્થામાં સહભાગી રહ્યા હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વીકદાન ગઢવી યાદીમાં જણાવ્યું હતું.

(11:14 am IST)