Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપના જુના જોગીઓનો કબ્જો

બેંકની 12 બેઠકોમાંથી 9 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ : ત્રણ બેઠકો પર ભાજપના જૂના ઉમેદવારો સામે પક્ષમાં નવા જોડાયેલા ઉમેદવારોએ ચૂંટણી લડી :આ ત્રણેય બેઠકો પર ભાજપના જૂના નેતાઓએ જીત મેળવી

કચ્છ: જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી  એક વખત સંપૂર્ણ વિજય મેળવ્યો છે. બેંકની 12 બેઠકોમાંથી 9 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા. બાકીની ત્રણ બેઠકો પર ભાજપના જૂના ઉમેદવારો સામે પક્ષમાં નવા જોડાયેલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી જે માટે ગઈ કાલે મતદાન યોજાયું હતું. આ ત્રણેય બેઠકો પર ભાજપના જૂના નેતાઓએ જીત મેળવી હતી.

(10:49 pm IST)