Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

જૂનાગઢના માળીયા હાટીના પંથકમાં 2 કલાકમાં બે ઈંચ ધોધમાર વરસાદ: ઠેર- ઠેર પાણી ભરાયા

 

જૂનાગઢ : ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે. તેમ છતા કંઈ ઘટતું હોય તેમ ફરી ફરીને વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના પંથકમાં 2 કલાકમાં 2 ઈચ જેટલો વરસાદ વરસ્યો હતો. બપોર બાદ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ધોધમાર વરસાદ વરસ્યો જેથી પંથકના નીચાણવાળા વિસ્તાર સહિત રસ્તાઓમાં વરસાદી પાણી ભરાયા હતા.

(1:02 am IST)