Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં રાવણદહન સાથે દશેરા પર્વની ઉજવણી

નવરાત્રી પર્વ પુર્ણઃ હવે શરદ પૂર્ણિમાએ જામશે રાસ-ગરબાની રંગત

પ્રથમ, બીજી,ત્રીજી તસ્વીરમાં ધોરાજીમાં રાવણ દહન, ચોથી, પાંચમી તસ્વીરમાં હળવદ, તથા છઠ્ઠી તસ્વીરમાં ગોંડલમાં રાવણ દહન નજરે પડે છ.ે(તસ્વીરઃ કિશોર રાઠોડ-ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી), દિપક જાની, હરીશ રબારી (હળવદ) અશોક જોષી (ગોંડલ)

રાજકોટ તા. ૯ : ગઇકાલે રાવણદહન સાથે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા.

જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે નવરાત્રી પર્વનું સમાપન થયુ છે. અને હવે બાયબાય નવરાત્રી તથા શરદપૂર્ણિમાની રાત્રીના રાસ-ગરબાની રમઝટ જામશે.

ગોંડલ

ગોંડલઃ દશેરાને દિવસે સંગ્રામજી હાઇસ્કુલમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો તેની રાવણની મૂર્તિની એક ઝલક બાળકો અને તેના કુટુંબ સાથે શોરબકોર કરી રાવણ રાવણની બુમો પાડતા હતા.

ધોરાજી

ધોરાજીઃઆજે વિજયાદશમીના પાવન પ્રસંગે બાપુના બાવલા ચોક ખાતે હિંદુ યુવક સંદ્ય દ્વારા તેમજ ધોરાજીના જેતપુર રોડ ખાતે જનાના હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનના એક સાથે બે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ના વરદ હસ્તે રાવણ દહન કરાયું હતું

ધોરાજીના બાપુના બાવલા ચોક ખાતે હિંદુ યુવક સંદ્ય દ્વારા છેલ્લા દ્યણા વર્ષોથી ૨૫ ફૂટ પહોંચ્યા રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યારે આજે વિજયાદશમી ના પાવન પ્રસંગે બાપુના બાવલા ચોક ખાતે એક કલાક ભારે આતશબાજી બાદ રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા વરદ હસ્તે રાવણ દહન કરાયું હતું આ પ્રસંગે ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા ધોરાજી પ્રમુખ હરકિશન ભાઈ માવાણી રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા ધોરાજી માર્કેટીંગ યાર્ડના ચેરમેનઙ્ગ વિપુલભાઈ ઠેસિયાઙ્ગ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના કિશોરભાઈ રાઠોડ જિલ્લા બેંકના ડિરેકટર કાંતિભાઈ જાગાણી વિનુભાઈ વૈષ્ણવ કેપી માવાણી અભય માવાણીઙ્ગ આદિત્ય માવાણી અશ્વિનભાઈ વદ્યાસીયા દિલીપભાઈ જાગાણી નીતિનભાઈ જાગની ભોલાભાઈ માવાણી પ્રફુલભાઈ વદ્યાસિયા કિશોરભાઈ રાજપૂત ભોલો માઘાણી , હિતેષ્ન કોયાણી સુધીરભાઇ ચાવડા, શરદ ઠેસીયા, ધર્મેશ જાગાણી , લાલો બાબરીગા અશ્વિન વધાસીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમયે રાવણ દહનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું તેમજ વિજયાદશમીના બે સ્થાનો ઉપર ના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા માટે ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર વિજય જોશી શહીત પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ હાથ ધર્યું હતુ.

હળવદ

હળવદઃ વિજયા દશમીના પાવન અવસરે હળવદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રાવણ દહન ના કાર્યક્રમ નું આયોજન કરાયું હતુ. જેમાં સૌપ્રથમ શસ્ત્ર પૂજન કરવા માં આવ્યું હતું. ત્યાર બાદ ૩૫ ફૂટ ઊંચા રાવણ ના બનેલા પૂતળા નું દહન કરવા માં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યા માં નગર જનો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં બજરંગદળના કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.

(11:34 am IST)