Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

શુક્રવારથી ઘોઘા - દહેજ રો-રો ફેરી સર્વિસ શરૂ થશે કે નહિં? ભારે ચર્ચા

 ભાવનગર તા. ૯: તા. ૧રમીએ મુખ્‍યમંત્રીના હસ્‍તે પ્રારંભ થનારી રો-રો ફેરી સર્વિસ અંગે તંત્ર તૈયારી કરી રહ્યું છે પરંતુ સરકાર તરફથી હજુ કોઇ જાહેરાત ન થતાં તા. ૧રમીએ ફેરી સર્વિસનો પ્રારંભ થશે કે કેમ? તે અંગે સૌ કોઇ અવઢવમાં છે. દરમ્‍યાન સુત્રોના જણાવ્‍યા મુજબ આજે સાંજે જીએમબીની મળનાર બેઠકમાં કાર્યક્રમની તારીખ લંબાશે કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી) નાં મહત્‍વકાંક્ષી પ્રોજેકટ ઘોઘા-દહેજ રો-રો ફરી સર્વિસ પૂર્ણતઃ ૧રમી ઓકટોબરે શરૂ થવા જઇ રહી છે અને તેના અંગેની તૈયારીઓ ચાલી રહી છે. જોકે ગણતરીનાં બે-ત્રણ દિવસ બાકી હોવા છતાં હજુ સરકાર તરફથી કોઇ જાહેરાત ન થતાં તા. ર૧મીએ રો-રો ફેરી સર્વિસ શરૂ થશે? તે અંગે લોકોમાં ચર્ચા જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ વાવાઝોડાનો ભય ટળ્‍યઇો હોવા છતાં વરસાદની આગાહીને કારણે કદાચ તા. ૧રમીથી રો-રો ફેરી સર્વિસ શરૂ ન થાય અને ફરી નવી તારીખ જાહેર થાય તેવી સંભાવના છે. જોકે આજે સાંજે મળનારી બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાશે તેવું જાણવા મળેલ છે.

ઉલ્લેખનીય છે કે ગત દિવાળીએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી એ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું ઉદ્દઘાન કર્યું હતું. પરંતુ માત્ર પેસેન્‍જર ફેરી જ શરૂ થઇ હતી. તે પણ વારંવાર બંધ રહેતી હતી. હવે એક વર્ષ બાદ પૂર્ણ રો-રો ફેરી સર્વિસ તા. ૧રમી શરૂ થશે અને તેની તત્‍ંર દ્વારા તૈયારી ચાલી રહી છે. પરંતુ હજુ લોકોમાં ફેરી સર્વિસ શરૂ થશે કે કેમ? તે અંગે અવઢવ છે.

(4:01 pm IST)