Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

દહિસરા પાસે કારે-બાઇકને ઠોકર મારતા ધવલ ઠક્કરનું મોતઃ મિત્રને ઇજા

બંને મિત્રો બાઇક પર કડુકાથી ભાડલા ગેસનો બાટલો બદલાવા જતા'તાને કાળ ભેટયો

રાજકોટ તા. ૯ :.. ભાડલા તાલુકાના દહીસરા કમળાપુર રોડ પર અજાણી ફોર વ્‍હીલના ચાલકે બાઇકને ઉલાળતા બે મિત્રો ફંગોળાઇ ગયા હતા જેમાં કડુકાના સગીરાનું સારવાર દરમ્‍યાન મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ જસદણના કડુકા ગામે રહેતો દર્શન ભરતગીરી ગોસાઇ (ઉ.૧૭) અને તેનો મિત્ર ધવલ કીશરોભાઇ ઠકકર (ઉ.૧૭) બંને બાઇક લઇને ગેસનો બાટલો બદલાવવા માટે ભાડલા જતા હતા ત્‍યારે દહીસરા કમળાપુર રોડ વચ્‍ચે અજાણી ફોર વ્‍હીલના ચાલકે બાઇકને પાછળથી ઉલાળતા બંન્ને ફંગોળાઇ ગયા હતા અને બંન્નેને ઇજા થતા સારવાર માટે હોસ્‍પીટલમાં ખસેડાયા હતા. ત્‍યાં ધવલ કીશોરભાઇ ઠક્કરનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે ભાડલા પોલીસ મથકના હેડ કોન્‍સ. મામૈયાભાઇ શામળા તથા રાઇટર અરવિંદભાઇએ ઇજાગ્રસ્‍ત દર્શન ગોસાઇની ફરીયાદ પરથી કારચાલક વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

(2:47 pm IST)