Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ધારાસભ્યોના પગાર વધારાના વિરોધમાં અમદાવાદ ખાતે પ્રવિણ રામના પ્રતીક ધરણા

સૌથી વધારે મધ્યાહન ભોજનના કર્મચારી, આશા ફેસિલિટર, ઓઉટસોર્સ કર્મચારી અને ખેડૂતોની હાજરી

ગીર ઘુસિયા, તા.૯: ગુજરાતમાં મધ્યાહન ભોજનના કર્મચારીઓને ૧૪૦૦,૫૦૦ અને ૩૦૦ માસિક વેતન, આશા ફેસિલિટરને ફકત માસિક ૪૦૦૦, ઓઉટસોર્સ કર્મચારીને પણ ૪૦૦૦થી ૬૦૦૦ માસિક વેતન તેમજ આશા-આંગણવાડી બહેનોને ૬૦૦૦ માસિક વેતન અને કોન્ટ્રાકટ કર્મચારીને ૬૦૦૦થી ૮૦૦૦ સુધીના માસિક વેતન  તેમજ દુકાળના કારણે ખેડુતોને આ વર્ષે આવકની જગ્યાએ નુકશાનીનો સામનો કરવો પડશે તેમજ પેટ્રોલ ડીઝલના ભાવોથી ગુજરાતની ૬ કરોડ જનતા પીડાઇ રહી છે. આમ છતાં આ નાના કર્મચારીઓ ખેડુતો અને સામાન્ય જનતાની મોંઘવારીની ચિંતા કોઇ નહીં કરે પરંતુ ધારાસભ્યોનો માસિક ૭૫૦૦૦ પગાર હોવા છતાં પણ એમની મોંઘવારીની ચિંતા તમામ ૧૮૨ ધારાસભ્યોએ સાથે મળીને કરી ગુજરાતની ૬ કરોડ જનતામાં ખૂબ મોટો અસંતોષ ફેલાવી દીધો છે.

ત્યારે આંદોલનકારી પ્રવિણ રામે ધારાસભ્યોના પગાર વધારાના વિરોધમાં અને ગુજરાતની ૬ કરોડ જનતાના હિતમાં અમદાવાદ કલેકટર કચેરી ખાતે ધરણા કરીને લડતનું રણશીંગુ ફૂંકતા હજારોની સંખ્યામાં મધ્યાહનભોજનનાં કર્મચારી, તેમજ બીજા નાના કર્મચારી, ખેડૂતો અને સામાન્ય જનતાઓ ધરણા સ્થળે પ્રવિણ રામની મુલાકાત લીધી હતી અને પોતાની વેદના વ્યકત કરી હતી. તેમજ આ લડતને મધ્યાહન ભોજનના કર્મચારી સંગઠનો, બીજા કર્મચારી સંગઠનો ગુજરાત બચાવો સમિતિ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી તેમજ બીજા અનેક સંગઠનોએ લેખિતમાં સમર્થન આપ્યું હતું.

જનતા માંગે જવાબનાં ભાગરૂપે આંદોલનકારી પ્રવિણ રામે તમામ ૧૮૨ ધારાસભ્યો પાસેથી પગાર વધારાનો જવાબ માંગ્યો હતો. તેમજ ધરણામાં તમામ ૧૮૨ ધારાસભ્યોને હાજરી આપી જનતાને જવાબ આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતું ૧૮૨ માંથી વિપેક્ષ નેતા સહિત અમુક ગણ્યા ગાંઠયા ધારાસભ્યોએ જવાબો આપ્યા હતા અને ધરણામાં હાજર રહ્યા હતા ત્યારે હાજરના રહેનાર બાકીના ધારાસભ્યોને જનતા માટે કોઇ રસ નથી એવી વાતો વહેતી થઇ હતી. ધારાસભ્યોએ એમના પગાર વધારા તો કરી લીધા પરંતુ હવે નાના કર્મચારી, ખેડુતો અને જનતાના હિત માટે કયારે નિર્ણય લેવાશે એવા વેધક સવાલો કરી આગામી દિવસોમાં હાજરના રહેનાર ધારાસભ્યોની ઘેરાબંધી તેમજ વિધાનસભા ધેરાવ જેવા ઉગ્ર પ્રોગ્રામોની ચીમકી પણ આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. તેમથી અધિકારી મંચની યાદીમ જણાવે છે.

(2:06 pm IST)