Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ધોરાજી કિસાન સંઘની આગેવાનીમાં આવેદન

  ધોરાજી : રાજકોટ જીલ્લાના કિશાન સંઘ દ્વારા કિસાનોની જુદી જુદી માગણીઓને લઇને ધોરાજીથી બહોળી સંખ્યામા કિશાનો રાજકોટના જવા રવાના થયા હતા અને ત્યાં બપોર બાદ કલેકટર અને કિશાન સંઘ દ્વારા જુદી જુદી માગણીઓ મુદ્દે આવેદન પાઠવ્યું હતું. ધોરાજી કિશાન સંઘના પ્રમુખ કાનજીભાઇ માવાણી, મગનભાઇ વઘાસીયા, શાંતીલાલા વેગડ, પ્રાગજીભાઇ મારકણા મગનભાઇ વઘાસીયા, શાંતીલાલ વેગડ, પ્રાગજીભાઇ મારકણા, વિનુભાઇ દેસાઇ સહિતના કિશાન સંઘના કાર્યકર્તાઓ જય જવાન જય કિશાનના નારા સાથે રાજકોટ ગયા હતા.  (તસ્વીર : અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

(2:00 pm IST)