Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ભાવનગરમાં મઢુલી ગ્રુપ દ્વારા નવરાત્રી રાસ-ગરબા મહોત્સવ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૯:  ભાવનગરમાં ગાયત્રીનગર પાર્થ સોસાયટી સામેનાં ગ્રાઉન્ડમાં મઢુલી ગ્રુપ દ્વારા નવરાત્રી રાસ-ગરબા મહોત્સવ ઉજવાશે.

ઘોઘા રોડ ગાયત્રી નગરમાં પાર્થ સોસાયટી સામે 'શકિત ગ્રાઉન્ડ'માં નવરાત્રી રાસ-ગરબા મહોત્સવ ધામધુમથી ઉજવાશે. મઢુલી ગ્રુપનાં હિતકસુખસિંહ ગોહિલ અને પદુભા અવાણીયાવાળાનાં જણાવ્યા મુજબ નવલા નોરતા દરમ્યાન ઓરકેસ્ટ્રાની સાથે ફકત બહેનોનાં દાંડીયારાસનું આયોજન અગાઉનાં વર્ષોની જેમ કરવામાં આવ્યું છે. ગાયત્રીનગર વિસ્તારની બહેનોને નિઃશુલ્ક રાસ-ગરબા રમવા આમંત્રણ પાઠવાયું છે.(૧.૮)

(12:04 pm IST)