Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

તળાજા નજીક બાઇક સામ સામે અથડાયા કોળી યુવાનનું મોત

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. ૯ : .. તળાજા ભાજપના યુવા સક્રિય કાર્ય કરતા અને જૂની મામલતદાર કચેરી સામે હોટેલ ધરાવતા અશ્વિનભાઇ ધીરૂભાઇ ડોડીયા, મથુરભાઇ શિવાભાઇ ડોડીયા તથા અશ્વિનભાઇ ના પુત્ર કુલદીપ રે. તળાજા મોડી સાંજે મહુવા કોર્ટનું કામ પુર્ણ કરી બાઇક પર સવાર થઇ તળાજા આવી રહ્યા હતાં.

ત્યારે સામેથી આવતા બાઇક સાથે અકસ્માતે બને બાઇક સામ સામે અથડાતા બન્ને બાઇક મળી કુલ પ વ્યકિતઓને ગંભીર ઇજાઓ સાથે જીનીંગ એસો. ના મધુભાઇ ભાદરકા રોડ કોન્ટ્રાકટ હર્ષદભાઇ પટેલ સહિતના સેવાભાવી લોકોએ સ્થળ પર દોડી જઇ ચારેય ઇજાગ્રસ્તોને તાત્કાલીક તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયેલ.

બીજી બાઇક પર સવાર સન્ની પોપટભાઇ બારીયા અને કિસન રસિકભાઇ ઢાપા બન્ને યુવાનો લોનગીયા ગામના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે.

જયારે અશ્વિનભાઇ ધીરૂભાઇ ડોડીયાનું સ્થળ પર મોત નિપજયુ હતું.

બનાવનાં પગલે તળાજા પીએસઆઇ મકવાણા ડી. સ્ટાફ સ્થળ પર દોડી જઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અકસ્માતના સમાચાર વાયુ વેગે ફેલાતા કોળી સમાજના લોકો તથા રાજકીય આગેવાનો પરેશભાઇ જાનીએ બી. મેર, લઘુમતી મોરચાના હનીફભાઇ તુર્કી. નગરસેવક વિનુભાઇ વેગડ, રમેશભાઇ ભલીયા, છગનભાઇ ભીલ, અશોકભાઇ સગર, ઝવેરભાઇ ચુડાસમા, કોંગ્રેસના મુસ્તકભાઇ મેમણ, કાળુભાઇ આહીર, કનુભાઇ ચૌહાણ, નગરપાલિકાના કર્મચારીઓ સહિતના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. (પ-૧૪

(12:01 pm IST)