Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

જામકંડોરણા પાસે દિયર-ભોજાઇનાં અકસ્‍માતમાં મોત

જામકંડોરણા તા.૯: જામકંડોરણા તાલુકાના પીપરડી ગામનો પરિવાર ધોરાજી દવાખાને થી પરત પીપરડી ફરી રહયો હતો ત્‍યારે બપોરના ૧ વાગ્‍યા આસપાસ જામકંડોરણાથી પાંચ કિ.મી. દૂર દુધીવદરના પાટીયા પાસે જી.જે.૦૧ આર.ડી. ૬૫૦૮ સ્‍વીફટ કારનું પાછળનું ટાયર ફાટતા કાર પીપરના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્‍માત સર્જાયો હતો અને કારમાં બેઠેલા કિરીટસિંહ ભનુભા ચુડાસમા (ઉ.વ.૫૦)નું ઘટના સ્‍થળે મોત નિપજયું હતું જયારે કારમાં સવાર જગદિશસિંહ પ્રભાતસિંહ (ઉ.વ.૨૨) પ્રજ્ઞાબેન જનકસિંહ (ઉ.વ.૨૬), પ્રભાતબા પ્રભાતસિંહ ચુડાસમા (ઉ.વ.૦) ને ઇજાઓ થતા જામકંડોરણા અને બાદમાં રાજકોટ દવાખાને ખસેડેલ જેમાથી પ્રભાતબા પ્રભાતસિંહ ચુડાસમાનું સારવાર દરમિયાન મોત નિપજેલ છે. જયારે કારમાં સવાર દુષ્‍યંતસિંહ જનકસિંહ જાડેજા (ઉ.વ.સાત માસ) ને સદ્દનસીબે કોઇપણ જાતની ઇજા થયેલ નથી. આ બનાવની જાણ થતાં જામકંડોરણા પોલીસે જરૂરી કાગળો કરી તપાસ હાથ ધરેલ છે જેની તપાસ હેડ કોન્‍સ. વિજયભાઇ જાડેજા ચલાવી રહયા છે આ બનાવથી નાના એવા પીપરડી ગામમાં શોકનું મોજું છવાયેલ છે.

(11:59 am IST)