Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

બિમાર સિંહોની સ્‍થિતિ હાલ સુધારા ઉપર

અમેરિકાથી આવેલ વેકસીનના ડોઝ શરૂ થઇ ગયાઃ જસાધાર-જામવાડામાં નિષ્‍ણાંતોની ફોજ હાજર

રાજકોટ તા. ૮ : એશિયામાં ગૌરવ રૂપસ્‍થાન ધરાવતા ગીરના સિંહો છેલ્લા ઘણાં દિવસથી સમાચારોમાં છવાયેલા છે. બિમારીના કારણે અમુક સિંહોના મોત થતા તંત્ર અને સરકાર દોડતા થઇ ગયા હતા.

ગીરમાંથી આજે સુખદ સમાચાર મળ્‍યા છે કે, બિમાર સિંહોની સ્‍થિતિ સુધારા પર છે અમેરિકાથી આવેલ વેકસીનના ડોઝ શરૂ થઇ ગયા છે જસાધાર અને જામવાડામાં નિષ્‍ણાતોની ફોજ સતત સેવારત છે સમાચારથી પર્યાવરણપ્રેમીઓ હાશકારો અનુભવી રહ્યા છે. સેક્રેટરી રાજીવ ગૂપ્‍તા, PCPF HOEFF જી.કે. સિંહા, PCPF વાઇલ્‍ડ લાઇફ એ.કે. સકસેના તથાજુનાગઢ-સાસણના અધિકારીઓ ડી.ટી.વસાવડા એસ.કે. મહેતા, ડો. રામરતન નાલા, ડો. મોહનરામ તથા ગાંધીનગરના પ્રદીપસિંહજી વગેરે સતત સક્રિય છે.

(11:55 am IST)