Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ભુજ દુનિયાનું ૧૯મું સૌથી ગરમ શહેર, ૪૩ ડિગ્રી પર પહોંચ્‍યો પારો

મુંબઇ તા. ૯ : ઓકટોબર હીટની અસરે કચ્‍છને ગઇ કાલે પણ અગનભઠ્ઠામાં ફેરવી દીધું હતું. ગઇકાલે રણપ્રદેશ કચ્‍છનું મુખ્‍ય મથક ભુજ દૂનીયાના સૌથી ગરમ મથકોની યાદીમાં ૧૯માં ક્રમાંક પર પહોંચી ગયું હતું. જયારે દેશમાં ટોપટેન શહેરોની યાદીમાં ભુજ પ્રથમ ક્રમાંકે જયારે નલિયા બીજા ક્રમે રહેવા પામ્‍યુંછે. ભુજમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી સેલ્‍સિયર પર પહોંચ્‍યું હતું. જયારે નલિયા અને મહાબંદર કંડલામાં ૪૧ ડિગ્રી સેલ્‍સિયસ ગરમી નોંધાવા પમી છે. દેશના ટોપટેન ગરમ શહેરોની યાદીમાં કમાનુસાર ભુજ, નલિયા, ફલોદી, કંડલા, બાડમેર, સુરેન્‍દ્રનગર, જેસલમેર, જોધપુર, બિકાનેર અને પોરબંદરનો સમાવેશ થાય છે. દેશના અન્‍ય ભાગોમાંથી કચ્‍છમાં પદયાત્રા કરીને પહોંચેલા માતાજીના ભકતોને રણપ્રદેશની ગરમીનો પરચો મળી રહ્યો છે

(11:07 am IST)