Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ધોમધખતા તાપ સાથે સૌરાષ્‍ટ્ર - કચ્‍છના બંદરો ઉપર ૨ નંબરનું સિગ્નલ

ઓખા દરિયા કિનારે લાંગરેલી બોટો નજરે પડે છે. (તસ્‍વીર : દિવ્‍યેશ જટણીયા, મીઠાપુર)

રાજકોટ તા. ૯ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં સર્વત્ર ધોમધખતા તાપનો અહેસાસ થઇ રહ્યો છે અને લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે.

જ્‍યારે અરબી સમુદ્રમાં લો-પ્રેશરની શક્‍યતાને લઇને સૌરાષ્‍ટ્ર-કચ્‍છના બંદરો ઉપર ૨ નંબરના સિગ્નલ રાખવામાં આવ્‍યા છે.

મીઠાપુર

મીઠાપુર : ઓખા મંડળ તાલુકાના આશરે ૧૨૦ કિમીના દરિયા કિનારે છેલ્લા ૪૮ કલાકોથી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાની શક્‍યતા હોય તકેદારી રૂપે તમામ માછીમારોને દરિયો ના ખેડવા તથા જે માછીમારો દરિયામાં છે તેમને પરત બોલાવી લેવા સૂચનો આપવામાં આવે છે. જેને કારણે ઓખા બંદર પર બોટોના ઢગલા થઇ ગયા છે.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહત્તમ ૨૪ ડીગ્રી, લઘુત્તમ ૩૮.૫ ડીગ્રી, ભેજ ૭૮ ટકા અને પવનની ઝડપ ૩.૭ કિ.મી. રહી હતી.

(11:06 am IST)