Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

આજે છેલ્લુ શ્રાધ્‍ધઃ કાલથી નવલા નોરતાનો પ્રારંભ

માતાજીની આરાધના માટે નવ દિવસ સુધી ભાવિકો દ્વારા અનુષ્‍ઠાન કરાશેઃ પ્રાચીન-અર્વાચીન રાસોત્‍સવની રમઝટ

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં ગોંડલમાં ગરબાને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ત્રીજી તસ્‍વીરમાં હળવદમાં ગરબાનું વેંચાણ થતુ નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ, હરીશ રબારી -હળવદ)

રાજકોટ તા. ૯ :.. આજે મંગળવારે છેલ્લુ શ્રાધ્‍ધા છે અને લોકો આજે પિતૃ તર્પણ કરીને ધન્‍યતા અનુભવશે. આ સાથે આજે શ્રાધ્‍ધ પક્ષ વિરામ લેશે.

કાલે તા. ૧૦ ને બુધવારથી નવલા નોરતાનો પ્રારંભ થશે. અને નવ દિવસ સુધી પ્રાચીન - અર્વાચીન રાસોત્‍સવની રમઝટ બોલશે.

ભાવિકો દ્વારા માતાજીની નવ દિવસ સુધી આરાધના કરવામાં આવશે. અને અનુષ્‍ઠાન, એકટાણા, ઉપવાસ કરીને નવરાત્રી પર્વની ઉજવણી કરશે.

હળવદ

(હરીશ રબારી દ્વારા) હળવદ : હિન્‍દુ ધર્મશાષામાં વિવિધ પ્રકારની ઉપાસના માટે ખાસ સમય ગાળા નકકી કરવામાં આવ્‍યો છે આસો માસની શરૂઆત એટલે નવરાત્રી પર્વનો મહિનો નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે ત્‍યારે હળવદની બજારોમાં માટીના રંગબેરંગી ગરબાઓ તથા ઘોઘાઓ મળી રહ્યા છે.

ત્‍યારે લોકો શ્રધ્‍ધા અને ઉમંગ સાથે માતાજી માટે ગરબાઓ તથા નાની બાળાઓ માટે ગરબાઓ લોકો ખરીદી રહયા છે. નાની બાળાઓ તથા નાના દિકરાઓ નવા નવા વિસ્‍તારોમાં નવરાત્રીના પર્વ નિમિતે ફરશે.

માટીના ગરબાનો ઝગમગાટ પ્રકાશ ભકિત શકિત અને આત્‍મા વિકાસનું બળ પુરૂ પાડે છે. માટીના ગરબા લોકો શ્રધ્‍ધા અને ભકિત સાથે ખરીદી કરી રહ્યા છે.

સાવરકુંડલા

(દિપક પાંધી દ્વારા) સાવરક કુંડલા : રઘુવંશી સમાજના યુવાનોની સેવાકિય કાર્યો કરતી સંસ્‍થા શ્રી વીરદાદા જસરાજ સેના દ્વારા રઘુવંશી સમાજ માટે રઘુકુળ નવરાત્રી મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. રઘુવંશી સમાજની બહેન-દીકરીઓ, માતાઓ-સંતાનો જ્ઞાતિનાં વડીલો - મુરબ્‍બીઓની હાજરીમાં ભગવતીના નવલા નોરતા ઉજવે અને લોક સંસ્‍કૃતિને જીવંત રાખે તેવા શુભ આશયની મહુવા રોડ ઉપર આવેલ લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે પારીવાહિક માહોલમાં રઘુકુળ નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે.

પ્રાગટય શિવ દરબાર આશ્રમ (કાના તળાવ)ના પ.પૂ. ઉષામૈયા સનાતન આશ્રમ (બાઢડા) નાં પ.પૂ. જયોતિર્મયીમાં, શ્રી જલારામ મંદિરના પ.પૂ. શ્રી રમુદાદા - લોહાણા મહાજનના પ્રમુખશ્રી હસુભાઇ વડેરાના વરદ હસ્‍તે તા. ૧૦-૧૦-૧૮ ના બુધવારે રાત્રે દસ કલાકે થશે.

આ ધાર્મિક અવસરે રઘુવંશી સમાજના પીઢ અગ્રણી અને માજી સાંસદ શ્રી નવીનચંદ્રભાઇ રવાણી ખાસ ઉપસ્‍થિત રહેશે.

નવરાત્રી મહોત્‍સવનાં મુખ્‍ય સ્‍પોન્‍સર ચૂટકી બ્રાઇડલ વાળા શ્રીમતી વિદુલાબેન અષ્‍ટ્રકાંતભાઇ સુચક છે. આ નવરાત્રી મહોત્‍સવ રઘુવંશી સમાજનાં ભાઇઓ-બહેનોને વિનામુલ્‍યે પ્રવેશ - વિના મુલ્‍યે રમવાનું અને દાતાશ્રીઓનાં સહકારથી ખેલૈયાઓને ઇનામો અને ઉપસ્‍થિત દરેકને અલ્‍પાહાર આપવામાં આવશે. જસરાજ સેનાનાં સભ્‍યો દ્વારા તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે.

(11:06 am IST)