Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

વેરાવળના કિંદરવા ગામે સહકારી સંઘના પ્રમુખપદે માનસિંહ પરમાર ચૂંટાતા સન્‍માન

પ્રભાસ પાટણ તા.૯: વેરાવળ તાલુકાનાં કાજલી ગામનાં અને ગિર સોમનાથ જિલ્લાનાં મહામંત્રી અને જી.પં.ના સદસ્‍યશ્રી માનસિંહભાઇ પરમારને જૂનાગઢ, પોરબંદર અને ગિર-સોમનાથ જિલ્લા સહમારી સંઘના ચેરમેન પદે બિન હરીફ ચૂંટાતા વેરાવળ તાલુકાના કિંદરવા ગામે સામતભાઇ અજાભાઇ પરમારનાં અધ્‍યક્ષ સ્‍થાને શ્રી અરસિંહ આત ટ્રસ્‍ટ અને સમસ્‍ત કિંદરવા ગામ વતી સન્‍માન સમારંભ યોજાયો હતો. જેમાં જુદા-જુદા મંડળો, સહકારી ક્ષેત્રનાં અગ્રણીઓ, સરપંચો, આગેવાનો તેમજ વ્‍યકિતગત લોકોએ શાલ, મોમેન્‍ટો, સાફા, તલવાર, પુષ્‍પગુચ્‍છ, ફુલના હારોથી ૨૫૦ થી વધુ સંસ્‍થા અને અગ્રણીઓએ સન્‍માન કરેલ હતું.

આ તકે અગ્રણીઓએ જણાવેલ કે માનસિંહભાઇ પરમાર ૨૦૦૨માં  યુનિ. સેનટેનાં મેમ્‍બર, ૨૦૦૫ યુવા ભાજપ ઉપ પ્રમુખ સુત્રાપાડા તાલુકા, ૨૦૦૭માં જિલ્લા યુવા ભાજપનાં ઉપ પ્રમુખ ૨૦૦૮થી સંઘમાં ડાયરેકટર અને ત્રીજા ટર્મ ડાયરેકટર બાદ જિલ્લા સહકારી સંઘનાં ચેરમેન બનેલ છે અને તેઓએ નાની વયે આવી સિદ્ધિ મેળવેલ છે. અને આગામી સમયમાં પણ આગળ વધે તેવા તેમનામાં તમામ ગુણો જોવા મળેલ છે. તેમજ તેઓ હાલમાં ભા.જ.પ.ના સદસ્‍ય અને જિલ્લા ભાજપનાં મહામંત્રી પદે પણ ખુબ જ સારી સેવાઓ આપી રહેલ છે.

આ તકે ઉપસ્‍થિત અગ્રણીઓમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, પુર્વ ધારાસભ્‍ય કાળાભાઇ ઝાલા, તથા ગોવિંદભાઇ પરમાર, અગ્રણી લક્ષ્મણભાઇ યાદવ, મનુભાઇ ખુંટી, જિ.પં.ના સદસ્‍ય જેન્‍તીભાઇ ઝાલા, ખડીયા બાપુ, કિશોરભાઇ કુહાડા, રવિભાઇ ગોહેલ, રીતેષભાઇ ફોફંડી, તાલુકા ભાજપ પ્રમુખ અરજણભાઇ સોલંકી, પી.એસ. ડોડીયા, કરશનભાઇ સોલંકી, જિ.પં.ના સદસ્‍ય રામસિંહ ડોડીયા, બાધુભાઇ વેગડ (કેશોદ), દિલીપભાઇ ઝાલા, જેશીંગભાઇ ભગત, જિ.પં.ના સદસ્‍ય વાલભાઇ ખેર, મેરામણભાઇ યાદવ, પ્રતાપભાઇ બારડ, જિ.પં.ના સદસ્‍ય પ્રતાપસિંહ પરમાર, કાળુસિંહ ડોડીયા, ગીરીશ ભજગોતર, મેરગભાઇ બારડ, નરેન્‍દ્રસિંહ ઝાલા, સુત્રાપાડાના વજુભાઇ વાજા, હિરાભાઇ વાઢેર, જગદીશભાઇ બારડ, હરીભાઇ વાળા, અબ્‍દુલભાઇ સુમરા, ભગવાનભાઇ બારડ, શૈલેન્‍દ્રસિંહ રાઠોડ, નરસિંહભાઇ ઝાલા, નરસીંગભાઇ જાદવ (પ્રાંસલી), વજુભાઇ દાનાભાઇ ડોડીયા સહિત અનેક ગામોનાં સરપંચો, આગેવાનો, હોદેદારો સહિતનાં વિશાળ સંખ્‍યામાં લોકો આ સન્‍માન સમારોહમાં હાજર રહેલ હતા.

કાર્યક્રમને સફળ બનાવવા શ્રી અરસિંહ  ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટીઓ તેમજ સમસ્‍ત કિંદરવા ગામ અને રાજપુત સમાજનાં યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

(10:20 am IST)