Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

કેશોદમાં એક જ રાતમાં બે ગોડાઉનમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ

હીરો મોટર્સ અને બાલાજી વેફર્સના ગોડાઉનમાં તસ્કરોએ મોડી રાત્રે હાથ ફેરો કર્યો

કેશોદમાં એક જ રાતમાં તસ્કરોએ તરખાટ મચાવીને બે ગોડાઉનમાં ખાતર પાડ્યું હતું. મોટર સાયકલના શો-રૂમ તથા એક જાણીતી નમકીન કંપનીના ગોડાઉનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યાં હતા.

  હીરો મોટર્સ અને બાલાજી વેફર્સના ગોડાઉનમાં તસ્કરોએ મોડી રાત્રે હાથ ફેરો કર્યો હતો પરંતુ રોકડ રકમ ના મળતા ચાલતી પકડી હતી જેથી અજાણ્યા શખ્સોએ બાઈકના શો-રૂમમાં તોડફોડ કરી હતી

 . આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બન્ને દુકાનોમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને ઘરફોડિયાઓને ઝડપી લેવા કવાયત આરંભી છે. સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

(12:08 am IST)