Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સિંહની પજવણી કરતા પાંચ શખ્સોને વનવિભાગે ઝડપી લીધા

સોશિયલ મીડિયામાં સિંહના ફોટો અને વિડીયો વાયરલ : વેન વિભાગે પાંચેયને દબોચી લીધા

ગિરનાર સેન્ચુરીના પાતુરણ વિસ્તારમાં સિંહની પજવણી કરતા પાંચ શખ્સોને વનવિભાગે ઝડપી પાડ્યા છે  સોશિયલ મીડિયામાં સિંહના ફોટો અને વિડીયો વાયરલ થયા પછી વેન વિભાગે કાર્યવાહી કરાઈ હતી

પાંચ શખ્સો સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરાયો છે

  વન વિભાગે રશીદ તૈયબભાઈ હાલા (રે. જુનાગઢ ) , શાહરૂખભાઈ હબીબભાઈ ઠેબા ( રે. મેદપરા તા- ભેસાણ), નિલેશભાઈ લલીતભાઈ મકવાણા ( રે- મેદપરા),. દિપકભાઈ સવજીભાઈ ચાવડા (રે- જુનાગઢ ) અને. જેલમસિહ નગાજી ભાટી ( રે- પસવાડા, તા-ભેસાણ) ને ઝડપી લીધા છે

     આ અંગેની વિગત મુજબ જૂનાગઢ વન વિભાગની ડુંગર ઉતર રેંજ ના પાતુરણ રાઉન્ડ માં તા-2-9-19 ના અજાણ્યા વ્યક્તિઓ દ્વારા અભયારણ્યના રસ્તા પર વાહનથી નીચે  ઉતરી વન્ય પ્રાણી સિંહના ગૃપને પજવણી કરી તથા વન્ય પ્રાણીના રહેઠાણમા ખલેલ પહોચાડેલનો ગુનો કરેલ જેના  ફોટો તથા વિડિયો સોસીયલ મીડિયામા વાયરલ થતા તે પુરાવાઓના આધારે  જેની તપાસ દરમ્યાન નાયબ વન સંરક્ષક ડૉ. એસ.કે. બેરવાલ અને મદદનીશ વન સંરક્ષક બી.કે.ખટાણા નાં માર્ગદર્શન હેઠળ વન વિભાગના આર.એફ.ઓ. બી.એમ.આંબલિયા તથા ફિલ્ડ સ્ટાફે શંકાસ્પદ ઈસમો ને પુછપરછ કરતાં તેઓ ને પકડી  પાડવામાં મોટી સફળતા મળેલી છે. જેમાં ગુન્હામાં મહત્વની ભૂમિકા ભજવનાર પ ઇસમોને  તેમની સઘન પૂછપરછ કરતા સમગ્ર ગુન્હાની મોડસ ઓપરેનડી ખૂલી પડી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં તમામ ને 9/9/19 ના હાજર કરવા મા આવેલ.હતા .

 
(10:49 pm IST)