Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

અમરેલી જિલ્લામાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ: અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો

લાઠી,બગસરા અને ધારીમાં ધોધમાર વરસાદ : લાઠીની બજારમાં પાણી ભરાયા

અમરેલી જિલ્લામાં પણ વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદને કારણે લાઠીની બજારોમાં પાણી ભરાયા છે. વરસાદના કારણે રામપર, નાના રાજકોટ ચાવંડ સહિતના ગામોમાં વિજળી જતી રહી છે.

અમરેલીના બગસરા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. બગસરામા ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમરેલી જિલ્લાના ધારી, ચલાલા પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. ધારીના ભાડેર, મોણવેલ, લુંઘીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ચલાલાના ગોપાલગ્રામ સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

(10:36 pm IST)