Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

જામનગરમાં ભારે વરસાદથી નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા :લોકોના ઘરમાં પાણી ઘુસ્યા : ભારે હાલાકી

અનેક વખત રજૂઆતો કરી છતાં કોઈ નિવેડો આવ્યો નથી.

જામનગરમાં ભારે વરસાદને કારણે નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા શહેરના અનેક સોસાયટીઓમાં પાણી ઘુસ્યા હતા છેલ્લા એક સપ્તાહથી જામનગરમાં મેઘમહેર જોવા મળી રહી છે.

   આજે શહેરના ગુલાબનગર વિસ્તારમાં પાણી ભરાયા ગયા હતા. કેડ સમા પાણી ભરાય જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અને લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરી છતાં કોઈ નિવેડો આવ્યો નથી. અને નજીવા વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી ભરાય જાય છે, મેડિકલ ઈમરજન્સી જેવી પરીસ્થિતિમાં અહીંના રહેવાસીઓ લાચાર છે

(10:04 pm IST)