Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

જુનાગઢ જીલ્‍લામાં સાંજ સુધીમાં ઝાપટાથી માંડી બે ઇંચ વરસાદ

વિસાવદર જુનાગઢમાં ૧ ઇંચ: ભેંસાણ અને મેંદરડામાં ર ઇંચ

જુનાગઢ જિલ્‍લામાં સવારે ૬ વાગ્‍યા થી રાત્રે ૮ વાગ્‍યા સુધીમાં સરેરાશ ઝાપટાથી માંડી બે ઇંચ વરસાદ નોંધાયેલ છે.

જેમાં કેશોદ ૭ મીમી જુનાગઢ ૩૦ મીમી, ભેસાણ-પ૧ મીમી, મેંદરડા-પ૬ મીમી, માંગરોળ ર ઇંચ, માણાવદર ૮ મીમી, માળીયાહાટીના ર મીમી, વંથલી ૮ મીમી, વિસાવદર ૩પ મીમી.

(9:55 pm IST)