Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વાંકાનેરના તિથવા ગામ પાસે આસોઇ નદીમાં ડુબી જવાથી યુવકનું મોત

વાંકાનેર : વાંકાનેર પીપળીયા રોડ ઉપર તીથવા ના બોર્ડ પાસેથી પસાર થતી આસોઇ નદીમાં અમરસરનો એક યુવક પાણીમાં તણાયો.

મળતી માહિતી મુજબ અમરસર ગામના રહેવાસી દેવશી રમેશભાઈ દેગામા ઉંમર વર્ષ આશરે 22 આજે સવારે 11 વાગ્યાની આસપાસ અમરસર ગામથી આગળ અને તીથવા ના બોર્ડ પાસેથી પસાર થતી આસોઇ નદીમાં ન્હાવા માટે ગયો હતો. જે તિથવાના બોર્ડ પાસેથી પાણીમાં તણાઈ ગયો હોવાની ઘટના ઘટી છે. વધુ મળતી માહિતી મુજબ તે આ નદીના પ્રવાહમાં આગળ ખેંચાઈને લાલશાહ પીરની દરગાહ પાસે પસાર થતી આસો નદી ઉપર કુબાએ જવાના રસ્તા ઉપર બનાવેલ કોઝવે સુધી તણાઈ આવવાની શક્યતાઓ છે અને ત્યાં તેની શોધખોળ કરવામાં આવી રહી છે સ્થાનિક તરવૈયાઓની મદદથી તેમણી લાશને બહાર કાઢવામાં આવી છે.

આજે વહેલી સવારે ખેરવા પંથકમાં સિંધાવદર સુધી ખૂબ સારો વરસાદ પડ્યો હતો જેના કારણે આ યુવક તીથવા ના બોર્ડ પાસે આસો નદીમાં ન્હાવા પડ્યો હતો ત્યારે ઉપરથી અચાનક વધુ પાણી આવી જતા તે આ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હોવાની શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકામાં છેલ્લા પાંચ દિવસમાં નદીમાં ડૂબવાની આ ચોથી ઘટના ઘટી છે. આસો નદીમાં બે ઘટના અને મચ્છુ નદીમાં બે ઘટના ઘટી છે. જેમાં મચ્છુ નદીમાં ડુબેલા બંનેની ડેડબોડી મળી આવી છે, જ્યારે આસો નદીમાં રાતીદેવડી ખાતે ડૂબેલ મહેન્દ્ર હજુ સુધી મળેલ નથી. જયારે આજે અમરસરનો ડુબેલા દેવશીની ડેડબોડી મળી આવી છે. આમ આ વર્ષે નદીના પાણીએ વાંકાનેરમાં ચાર વ્યક્તિનો ભોગ લીધો છે.

(5:17 pm IST)