Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

દિલીપભાઇ સંઘાણીનું ઉમદા કાર્યઃ માંદગીમાં સપડાયેલ આરએસએસના કાર્યકરને તમામ મદદ

રાજકોટ તા. ૯ : આર.એસ.એસ.અને ભારતીય જનસંઘથી લઇ ભાજપના પાયાની ઇંટ સમાન લાંબી સફર દરમ્યાન અમરેલી વિસ્તારના એવા દીલીપભાઇ સંઘાણી પોતાના કોલેજ અભ્યાસકાળથી જ સેવાકિય, સહકાર, સહયોગ, તેમજ જરૂરીયાતમંદને મદદરૂપ થવાની હૃદયપૂર્વક ભાવના અવિતરતપણે જાળવી રાખેલ છે સાથોસાથ પરંપરાગત અને વારસાગત રીતે પણ તેમના પરિવારમાં સેવાકિય પ્રવૃત્તિની કેડી કંડારતા બાપ જેવા બેટા અને વડ જેવા ટેટાની કહેવત સાર્થક કરી બતાવીને તેમના સુપુત્ર મનિષ સંઘાણીને પણ યુવાવયથી જ સહકાર અને સેવાકિય પ્રવૃતિઓ સાથે જોડી દીધેલ છે.

માત્ર બે દિકરીઓવાળા પરંપરાગત તેમજ વારસાગત રીતે આર.એસ.એસ. ભારતીય જનસંઘ અને ભાજપના અદના કાર્યકર સિનીયર સીટીઝનને કેન્સર થયું છે.ે એવા સમાચાર દિલીપભાઇ સંઘાણીને પ્રાપ્ત થતાં જ તેમણે તે પરિવારના મોભી એવા દર્દીને તાત્કાલીક સારી સુવિધા સભર સારવાર મળી રહે તે સર્વાંગી રીતે મદદરૂપ થઇને દર્દીને નવજીવન આપીને પોતે ઇશ્વરીય શકિતના માધ્યમ બનીને જીવનદાતા બનવાના હક્કદાર બન્યા છ.ે સાથોસાથ તેમના પીરાવરની બે દિકરીઓના ભાઇ બનીને તમામ કૌટુંબિક સામાજિક, વયવહારિક પ્રસંગોની જવાબદારી પણ તેમણે ઉપાડી લીધી હોવાનું જણાવેલ છે હરહંમેશ દર્દીની તબિયતના સમાચાર પુછે ત્યારે તેમના સુરભર્યાઅવાજ માત્રનો રણકો પરિવારને  આનંદ વિભોર  બનાવી દે .ે

અમરેલી અને ગુજરાત રાજય સહિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કૃષિ સહકાર, ડેરી, પશુપાલનના વ્યવસાય અને સર્વાગી વિકાસના મુળભુત વૈજ્ઞાનિક સિદ્ધાંતોને એકજ માળામાં સર્વે મણકાને પરોવીને સંલગ્ન જરૂરી અદ્યતન સુધારાઓ, સુવિધાજનય શૈક્ષણીક સંસ્થાનો ઉભા કરી વર્તમાન સમયમાં પાટીની જવાબદારીઓ સહિત નાફસકોબ ચેરમેન, ગુજકોમાસોલ ચેરમેન તેમજ ઇફકો ફર્ટીલાઇઝર જેવા મહાવિશાળકાય કો.ઓપરેટીવ ઉદ્યોગના વાઇસ ચેરમેન સહિત રાષ્ટ્રીય કક્ષાની મોટાભાગની વિશાળ પ્રભુત્વ ધરાવતી સહકારી સંસ્થાઓમાં વિવિધ પ્રકારની જવાબદારીઓ સાથે અવિરતપણે જોડાયેલા ેછ ેજેતેમની ટોચની સર્વાગી વિકાસલક્ષી વિચારધારા અને પ્રવૃતિની ફલશ્રુતીનો લાભ સમગ્ર વિશવને આજે મળી રહેલ છે જે અમરેલી વિસ્તારના નાગરીકોએ ગર્વ લેવા જેવું છે આ બધીજ પ્રવૃતિઓમાં સતત તેમને પ્રોતસાહિત કરનાર તેમના પરિવારજનો સર્વ ગીતાબેન સંઘાણી, મનિષભાઇ સંઘાણી, પુનમબેન, મેઘાબેન તેમજ પુત્રવધુ ધારાબેન સંઘાણીને સો-સો સલામ સાથે કદી પણ ભુલાય તેમ નથી.

અમરેલી વિસ્તારના સર્વાગી નાગરીક હીતલક્ષી વિકાસની સતત ચિંતા કરવાની સાથોસાથ દિલીપભાઇ સંઘાણી, ધીરૂભાઇ, વાળા, શૈલેષભાઇ પરમાર, અશ્વિનભાઇ સાવલીયા અને હંમેશા સહયોગી બનનાર તેમની સંસ્થાઓના પદાધિકારીઓ, અધિકારી ગણ તેમજ અ.જિ.મ.સ.બેન્કના જનરલ મેનેજર બી.એસ.કોઠીયા, એ.ટી.જોષી, ઓફીસ પી.અ.રૂઝલુલભાઇ ગોંડલીયા, રમેશભાઇ શિંગાળા સહીત સ્ટાફ પરીવારના રસિકભાઇ બુમતરીયા, ભવદીપભાઇ માંજરીયા, નિરૂદાન ગઢવી સહિત સૌને ઘન્યવાદ આપવા સહિત આભારની લાગણી વ્યકત કરતા રાષ્ટ્રશકિત એકતામંચ-અમરેલી જિલ્લાના મહામંત્રી અને ભાજપ પરિવારના સી.બી.ગોહીલ અને તેમના પરિવારજનોની અખબારી યાદીમાં જણાવેલ છે.

 

(5:10 pm IST)