Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વડીયા દેવળીનાં ખાખરીયા સવા આપા મંદિરના ટ્રસ્ટી ગિરધરભાઇ બોરીસાગરનું અવસાન

૯ દિવસ પહેલા યોજાયેલ કાર્યક્રમમાં ગીરધરભાઇના છેલ્લા ઉદગારઃ હુ હયાત હોવ કે ન હોવ બધા સાથે મળીને રહેજો

જૂનાગઢ તા. ૯ :.. વડીયા દેવળી નજીક આવેલ ખાખરીયા શ્રી સવા આપા મંદિરના ટ્રસ્ટી અને ખાન ખીજડીયા નિવાસી ગિરધરભાઇ, વિરાભાઇ બોરીસાગર ઉ.૭૬ તે મણીશંકરભાઇના મોટાભાઇ તેમજ કેતનભાઇ અને અતુલભાઇના પિતાનું તા. ૯ ને સોમવારે આજરોજ અવસાન થયેલ છે.

ગિરધરભાઇ બોરીસાગર નિવૃતશિક્ષક હતા તેઓ ૨૦૦૨ની સાલમાં વયમર્યાદાના કારણે નિવૃત થયા બાદ સતત બે દાયકાથી શ્રી સવા આપા મંદિરના વિકાસ માટે સમર્પિત થઇ અને બોરીસાગર પરિવાર સંગઠીત થાય તે માટે અનેક ભગીરથ કાર્યો કર્યા હતા.

અને સવાઆપા ટ્રસ્ટના માધ્યમથી મંદિરમાં બેસવા ઉઠવા રસોઇ બનાવવા માટે બોરીસાગર પરીવારના લોકફાળાથી  રૂમોનુ નિર્માણ કર્યુ અને વર્ષ દરમ્યાન મંદિરે નવચંડી યજ્ઞ અને ભાદરવી અમાસને દિવસે તર્પણસાથે દર વર્ષે ધો.૧ થી ૧૨ના તેજસ્વી તારલાઓનુ સન્માન ભાગવત સપ્તાહ સહિતના સફળ આયોજન તેમના નેતૃત્વમાં થતા, તાજેતરમાં તા.૩૦ના રોજ મંદિરના પરિસરની બાજુમાં ભાદરવી અમાસના રોજ તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં જેમ તેમનુ આખરી ઉદબોધન હોય તેમ ગિરધરભાઇ બોરીસાગરે જણાવ્યુ હતુ કે આવતા વર્ષે આનાથી પણ સરસ કાર્યક્રમ થવો જોઇએ હુ હોવ કે ન હોવ પણ બોરીસાગર પરિવારના સૌ ભાઇઓ કોઇપણ જાતની ઇર્ષા દેખાદેખીથી પર રહી પરિવારનો વિકાસ થાય સૌ હળી મળી એકમેક થઇ સંગઠીત રહી સવા આપા મંદિર ટ્રસ્ટ અને થાણા ગાલોળ ચામુંડા માતાજીના નવનિર્મિીત મંદિરમાં ઉદારહાથે યોગદાન આપી સહભાગી બનો એવી ઇચ્છતા વ્યકત કરી હતી. અત્યંત સાદગી ભર્યુ જીવન અને માયાળુ સ્વભાવના ગીરધરભાઇએ અચાનક વિદાય લેતા ખાખરીયા ગામ અને ખાનખીજડીયામાં શોકનું મોજુ, ફરી વળ્યુ છે તેમના શોકમાં આ બન્ને ગામો શોકમય બંધ પાળી સદ્ગતની અંતિમ યાત્રામાં રાજગોર સમાજ ઉપરાંત વિવિધ સમાજના આગેવાનો જોડાય અને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ તા. ૧ર ને ગુરૂવારના રોજ ખાન ખીજડીયા ગામે તેમના નિવાસ સ્થાને આખો દિવસ પ્રાર્થના સભા અને બેસણુ રાખેલ છે.

(4:06 pm IST)