Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વિસાવદરના રાજપરા રાઉન્ડમાં મળેલ સિંહનો મૃતદેહ ૭ દિવસ પહેલાનો હોવાનું તારણ

 જુનાગઢ, તા. ૯:  વનવિભાગ વિસાવદર રેન્જના રાજપરા રાઉન્ડની મુડીયા રાવણી, શનિવારે વીર ગાર્ડને એક સિંહનો મતૃદેહ જોવા મળેલ હતો. જેનું મોત  સાતેક દિવસ પહેલા થયું હોવાનું કોહવાયેલી લાશ પરથી અનુમાન લગાવાયું છે. અત્યંત દુર્ગંધ મારતા મૃતદેહની વનવિભાગને આઠ-આઠ દિવસ સુધી કેમ ધ્યાન નહીં ગયું હોય તે અનેક સવાલ ઉભા કરેલ છે. જંગલમાં રાઉન્ડ ધી કલોક કામગીરી કેવી થતી હશે ? મૃતદેહ મોણવેલ ફુલવાડીમાંથી મળી આવ્યો હતો. વીડ ગાર્ડને મળેલા સિંહના મૃતદેહની જાણ વન અધિકારીને કરતા પાણીયા રેન્જના આર.એફ.ઓ. અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. પંચરોજ કામ અને પી.એમ. પણ ઘટના સ્થળે જ કરવામાં આવ્યું હતું.

તેના ફોટા લીધા હતા સિંહની ઉમંર પ થી ૯ વર્ધાની હોવાનું અનુમાન કરાયું છે. સિંહના શરીરે ઇજાના નિશાન છે કે કેમ? કોઇ રોગથી મોત થયું છે કે ઇજાના નિશાનો છે કે કેમ? તે માટે ફોટા એફએસએલને મોકલવામાં આવ્યા છે.

(4:03 pm IST)