Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

જામનગરમાં કોંગો ફીવરની ઝપટે યુવકઃ બીજો પોઝીટીવ કેસ

જામનગર તા.૯ : જામનગર શહેરમાં કોંગોફિવરે વધુ એક વખત દેખા દીધી હોય તેમ વધુ એક પોઝીટીવ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામમચી જવા પામી છે થોડા દિવસો પૂર્વે જી.જી.હોસ્પીટલમાં ફરજ બજાવતી રેસીડેન્ટ મહિલા તબીબનો કોંગો ફીવરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેની હજુ તો આઇસોલેશન વોર્ડમાં  સારવાર ચાલી રહી છે

ત્યાં જ ગતરાત્રીના હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા ર૪ વર્ષીય યુવકનો કોંગોનો રીપોર્ટ પોઝીટીવ આવતા જીલ્લાના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે જો કે તબીબોના જણાવ્યાનુસાર હાલ તેની તબિયત સ્થિર છ.ે  યુવકનો કોંગોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેના ભાઇનું પણ શંકાસ્પદ કોંગોમાં સપ્તાહ પૂર્વ મોત નીપજયું હતું., કોંગો ફીવરના વધુ એક કેસ સાથે જ જામનગરમાં વસવાટ કરતી એક ૩૪ વર્ષીય મહિલાનો સ્વાઇનફલુ રીપોર્ટ પણ પોઝીટીવ આવતા તેની પણ હાલ સારવાર ચાલી રહી છ.ે

(3:49 pm IST)