Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

આટકોટમાં શિક્ષક દિનની ઉજવણી

 જસદણઃ વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ આટકોટમાં ડો.સર્વપલ્લી રાધાકૃષણના જન્મદિન નિમિતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. એક દિવસ માટે શાળાના જ વિદ્યાર્થીઓ એ ટ્રસ્ટીશ્રી , સંચાલકશ્રી , એચ.ઓ.ડી, પ્રિન્સીપાલ, શિક્ષક, પટ્ટાવાળાની ભુમિકા ભજવીને બધા જ સ્ટાફગણને મંત્રમુગ્ધ કરી દિધા હતા !! વિદ્યાર્થી બનેલ એક દિવસીય શિક્ષકશ્રીઓ એ શાળાના બીજા બાળકો ને ખુબ જ ધ્યાનપાત્ર શિક્ષણ આપ્યું હતુ. વિદ્યાર્થીઓમાંથી જે બાળકોનુ શ્રેષ્ઠ શિક્ષણકાર્ય હતું તેમને પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર આપવામાં આવ્યો હતો. અંતે દરેક વિદ્યાર્થીઓને ડો.સર્વપલ્લી રાધાકૃષણનું જીવનવૃતાંત શાળાના એચ,ઓ,ડી મેડમશ્રી દિક્ષીતાબેન પંચોલી એ કહ્યું કેમેનેઝીંગ ડિરેકટર સંજયભાઇ એચ.શેખલીયા, સંચાલક બિપીનભાઇ એચ.શેખલીયા તથા સર્વે સ્ટાફમિત્રોની દેખરેખ નીચે સમાપ્ત થયો હતો.તે  પ્રસંગ તસ્વીર (તસ્વીર -ધર્મેશ કલ્યાણી .જસદણ)

(3:10 pm IST)