Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલને આંતરરાષ્ટ્રીય સ્તરની ટોચની ૧૦ આઇબી સ્કૂલ્સમાં સ્થાન મળ્યું

જામનગર, તા.૯: મુંબઈનાં બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેકસમાં સ્થિત નીતા એમ અંબાણી સંચાલિત ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ (ડીએઆઇએસ) બ્રિટનની સ્વતંત્ર કન્સલ્ટિંગ સંસ્થા એજયુકેશન એડવાઇઝર્સ લિમિટેડનાં મૂલ્યાંકન મુજબઙ્ગ'ગ્લોબલ ટોપ ૫૦ આઇબી સ્કૂલ્સ ૨૦૧૯'માં દુનિયામાં ટોપ ૧૦ ઇન્ટરનેશનલ બેકાલોરેટ (આઇબી) સ્કૂલ્સ વચ્ચે સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સ્કૂલ બની છે.ઙ્ગઆ રેન્કિંગ વર્ષ ૨૦૧૯ માટે એવરેજ આઇબી ડિપ્લોમા સ્કોર પર આધારિત છે.

ઙ્ગવર્ષ ૨૦૧૯માં આઇબી ડિપ્લોમા XII એકઝામિનેશનમાં ડિએઆઇએસનાં વિદ્યાર્થીઓએ સરેરાશ ૩૯.૫ સ્કોર હાંસલ કર્યો હતો, જયારે મહત્ત્।મ સંભવિત સ્કોર ૪૫ પોઇન્ટ હતો, જેથી સ્કૂલ ભારત, દક્ષિણ એશિયામાં તમામ સ્કૂલોમાં નંબર ૧, એશિયામાં ટોપ ૬ અને દુનિયામાં ટોપ ૧૦માં સામેલ થઈ છે.

આ યાદી મુજબ, એમાં સામેલ ઘણી શાળાઓ સમૃદ્ઘ પરંપરા ધરાવે છે – એમાંથી કેટલીક શાળાઓ ૧૦૦થી વધારે વર્ષોથી આઇબી ડિપ્લોમા એકઝામિનેશનમાં ઉત્કૃષ્ટ પરિણામનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

ઙ્ગડીએઆઇએસની સ્થાપના વર્ષ ૨૦૦૩માં થઈ હતી અને વર્ષ ૨૦૦૭માં એની આઇબી ડિપ્લોમા સ્ટુડેન્ટ્સની પ્રથમ બેચ ગ્રેજયુએટ થયા પછી અત્યાર સુધી શાળાની દરેક બેચે આઇબી ડિપ્લોમા એકઝામિનેશનમાં ઉત્કૃષ્ટ પરિણામો હાંસલ કર્યા છે.

ઙ્ગઆ સફળતા પર ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલનાં સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા એમ અંબાણીએ કહ્યું હતું કેઃ 'ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલને આંતરરાષ્ટ્રીય સ્તરની ટોપ ૧૦ આઇબી સ્કૂલની લીગમાં સ્થાન મળ્યું છે એ જણાવતા અમને ખુશી થાય છે. આ માન્યતા અમારી સ્કૂલનાં ઉત્કૃષ્ટ કલ્ચરને દર્શાવે છે તથા અમારાં વિદ્યાર્થીઓની પ્રતિભા અને મહેનતનો ખરાં અર્થમાં પુરાવો છે તેમજ અમારાં શિક્ષકો મક્કમ પ્રતિબદ્ઘતા દર્શાવે છે. અમને ગર્વ છે કે, ૧૬ વર્ષનાં ટૂંકા ગાળામાં અમારી નવી સ્કૂલ દુનિયામાં ટોપ-પફાર્િેર્મંગ સ્કૂલ્સમાં સ્થાન પામી છે, જેણે ૧૦૦થી વધારે વર્ષોથી સ્થાપિત શાળાઓ વચ્ચે સ્થાન મેળવ્યું છે. આ સફળતા ડીએઆઇએસમાં અમને બધાને અમારાં બાળકોને ઉત્કૃષ્ટ શિક્ષણ પ્રદાન કરવા અમારી જાતને ફરી પ્રતિબદ્ઘ બનવા માટે પ્રેરિત કરશે.'

ઙ્ગએજયુકેશન એડવાઇઝર્સ લિમિટેડનાં મેનેજિંગ ડાયરેકટર શ્રી લેસ વેબ્બે કહ્યું હતું કેઃ ઙ્કચાલુ વર્ષે અમે પ્રથમ ભારતીય સ્કૂલ – ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલને અમારાં ગ્લોબલ ટોપ ૫૦ લીગ ટેબલ્સમાં ઇન્ટરનેશનલ બેકાલોરેટ ડિપ્લોમા પ્રોગ્રામ સ્કોર માટે પોઝિશન ૧૦માં આવકારીને ખુશીની લાગણી અનુભવીએ છીએ. એનો અર્થ એ છે કે, ભારતમાં આઇબી ડીપી માટે નંબર ૧ છે. તાજેતરનાં વર્ષોમાં આ આઇબી ટેબલમાં બ્રિટનની પ્રસિદ્ઘ ખાનગી સ્કૂલનું વર્ચસ્વ રહ્યું છે, પણ હવે દ્યણી એશિયન સ્કૂલ્સ, ખાસ કરીને સિંગાપોર અને હોંગકોંગની સ્કૂલ્સે ટોપ ૧૦માં બ્રિટનની સ્કૂલ્સને પાછળ પાડી દીધી છે. એટલે મુંબઈની બેસ્ટ સ્કૂલને આ ટોપ ટેનમાં સ્થાન મેળવતાં જોઈને આનંદ થાય છે, જેનો સરેરાશ સ્કોર ૩૯.૫ પોઇન્ટ છે, જયારે મહત્ત્।મ સ્કોર ૪૫ પોઇન્ટ છે. અમે હંમેશા જણાવ્યું છે કે, તમારાં બાળક માટે શાળાની પસંદગી કરવાની એકમાત્ર રીત ટોપ એકેડેમિક સ્કોર નથી. જોકે હકીકત એ છે કે, ૭૦ ટકા માતાપિતાઓ અમારી ૧૨ વેબસાઇટ પર દર્શાવેલા લીગ ટેબલને અનુસરે છે, જે શૈક્ષણિક સફળતા માટે મહત્ત્વપૂર્ણ પરિબળ શું છે એ દર્શાવે છે.

ઙ્ગપોતાની શરૂઆતથી અત્યાર સુધી સ્કૂલ હાંસલ કરેલા વિવિધ એવોર્ડ અને રેન્કિંગ ઉપરાંત ડીએઆઇએસ વર્ષ ૨૦૧૩દ્મક અત્યાર સુધી સાત સતત વર્ષથી એજયુકેશન વર્લ્ડ દ્વારા ભારતમાં નંબર ૧ ઇન્ટરનેશનલ સ્કૂલ તરીકે રેન્ક ધરાવે છે. સ્કૂલને એકેડેમિક રેપ્યુટેશન, ફેકલ્ટી કોમ્પિટન્સ, સ્પોર્ટ્સ એજયુકેશન અને લીડરશિપ/મેનેજમેન્ટ કવોલિટી માટે સર્વોચ્ચ રેટિંગ મળ્યું છે.

ઙ્ગએજયુકેશન એડવાઇઝર્સ લિમિટેડ બ્રિટનમાં ખાનગી શાળાઓ અને કોલેજો વિશે માહિતી પ્રદાન કરે છે તેમજ ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરનાર વિદ્યાર્થીઓને સપોર્ટ ઓફર કરે છે. પોતાની ૧૧ વેબસાઇટ દ્વારા કંપની ખાનગી સ્કૂલ્સ પર અપ ટૂ ડેટ ડેટા પબ્લિશ કરે છે, જેમાં સંપૂર્ણ અને સચોટ લીગ ટેબલ તેમજ સ્વતંત્ર શિક્ષણ વિશે સાધારણ માહિતી પ્રદાન કરે છે.

ઙ્ગઆઇબી ડિપ્લોમા પ્રોગ્રામ વિસ્તૃત રીતે પ્રશંસા પામેલ પ્રી-યુનિવર્સિટી પ્રીપેરેટરી પ્રોગ્રામ છે, જેને વિશ્વની અગ્રણી યુનિવર્સિટીઓ માન્યતા આપે છે. આઇબી પ્રોગ્રામ ૧૫૬ દેશોમાં તમામ ૫૧૩૯ સ્કૂલમાં ઓફર થાય છે.(૨૩.૧૯)

(1:23 pm IST)