Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

જામનગરમાં પ્રેમીકાને જાતિ પ્રત્યે અપમાનીત કરી નિર્લજ હુમલો કર્યાની રાવ

જામનગર, તા. ૯ : અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અરવિંદભાઈ હીરાભાઈ રાબડીયાની પત્નિ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૯-૧૯ ના ભીમવાસ શેરી નં.૧ મા આ કામના આરોપી હબીબ મહોમદ સમા રે. જામનગરવાળાને આ કામના

ફરીયાદી અરવિંદભાઈની પત્નિ સાથે પ્રેમ સંબંધ હોય અને તેની જાતિ અગે પોતે અનુસૂચીત જાતીન જાણતો હોય છતા ફરીયાદી ને ઝાપટ મારી બાવડું પકડી સાથે લઈ જવા માટે હસળતા આજબાજૂના માણસો છોડાવતા ફરીયાદી ઉપર નિર્લજ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે હડધુત કરી ગુનો કરેલ છે.

ધ્રાફા ગામે ઈલેકટ્રીક  મોટરની ચોરી

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં મિતેશભાઈ કાંતીભાઈ બુટાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭-૯-૧૯ ના દ્યાફા ગામની સીમમાં આ કામના ફરીયાદી મીતેશભાઈ ની માલિકીની ખેતીની જમીન ઉપર કુવા કાઠે રાખેલી એક હોર્ષપાવર ની ઈલેકટ્રીક મોટર તેમજ સ્ટર્ટર અને ૫૦ ફૂટ જેટલો કેબલ મળી ફુલ ર્મ.૧૧૫૦૦/- ની કિંમતની ચીજવસ્તુ આ કામના કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

મીઠોઈ ગામે જૂમાર  રમતા ત્રણ ઝડપાયા

મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ માધુભા કંચવા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૯-૧૯ મીઠોઈ ગામે કાળુભા રૂપસિહ ના દ્યર પાસે મેઈન રોડ ઉપર આ કામના આરોપીઓ હકુભા રૂપસંગ જાડેજા, દિપકભાઈ રામજીભાઈ કોળી, સિધ્ધરાજસિંહ કાળુભા જાડેજા, રે. મીઠોઈ ગામવાળા જાહેરમાં તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રોકડા રૂમ.૧૧૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

તળાવની પાળે અજાણ્યા માણસનુ ડુબી જવાથી મોત

જામનગર ૅં અહીં પટેલ કોલોની શેરી નં.૧૧ માં રહેતા કરણસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા એ સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૮-૯-૧૯ ના જામનગર તળાવ ગેઈટ નં. ૯ પાસે આ કામે મરણજનાર કોઈ અજાણ્યો પુરૂષ, ઉ.વ.આ. ૩પ થી ૪૫ વાળો કોઈપણ કારણસર વરસાદી પાણીના લીધે ડુબી જતા મોત થતા મૃત હાલમાં મળી આવેલ છે.

(1:22 pm IST)
  • સંઘે કર્યું અનામતનું સમર્થન : સમાજમાં આર્થિક અને સામાજીક અસમાનતા છે અને તે વચ્ચે અનામતની પણ જરૂરી છે રાજસ્થાનના પુષ્કરમાં સમન્વય બેઠક બાદ સંઘ દ્વારા આ વાત કહેવાઈ : સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે, RSS બંધારણ દ્વારા આપવામાં આવેલા અનામતનું સંપૂર્ણપણે સમર્થન કરે છે access_time 1:01 am IST

  • કચ્છ અને અડધા સૌરાષ્ટ્ર ઉપર બપોર પછી ૪.૩૦ આસપાસ લેવાયેલ ઇન્સેટ તસ્વીરમાં ઘટાટોપ વાદળાના ખડકલા જોવા મળે છે. મોરબી ટંકારા ધ્રોલ પંથકમાં અનરાધાર વરસાદ અને વીજળીના લબકરા જોવા મળે છે. access_time 5:52 pm IST

  • ભારત સરકાર નું પ્લાનીંગ કમિશન જેને હવે આપણે સૌ નીતી આયોગથી ઓળખીએ છીએ તેમાં ફરજ બજાવતા શ્રી કશીશ મીત્તલ IAS નું ઓચિંતું રાજીનામું access_time 6:37 pm IST