Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ભાજપ દ્વારા મોરબી પાલિકાને તાળાબંધીઃ કોંગ્રેસ હાય...હાય...ના નારા

પૂર્વ ધારાસભ્ય, શહેર પ્રમુખ સહિતની આગેવાનીમાં રેલીઃ તમામ બાબતોમાં પાલિકા તંત્ર નિષ્ફળ ગયાનો આક્ષેપ

 મોરબી તા. ૯ :.. આજે મોરબી ભાજપનાં પૂર્વ ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયા શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા અને ભાજપી આગેવાનો કાર્યકરો દ્વાાર મોરબીમાં પ્રજાના પ્રાથમિક સુવિધાઓ આપવા બાબતે નિષ્ફળ જનાર પાલિકાને તાળાબંધી કરી હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકામાં ઘુસેલા ધારાસભ્ય શહેર પ્રમુખ સહિત ભાજપ આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. આ તકે પાલિકાએ ગ્રેઇટ પર ઉભા રહેલા પાલિકા પ્રમુખ કેતનભાઇ વિસપરા અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે પણ શાબ્દિક ટપાટપી થઇ હતી. પાલિકા પ્રમુખની ચેમ્બર્સ સહિત ચેમ્બર્સને તાળાબંધી કરતી વેળા પોલીસે તેમને રોકતા ઘર્ષણ સર્જાયું હતું.  પાલિકા કચેરીએ ભાજપ કાર્યકરો દ્વારા કોંગ્રેસ હાય...હાય ના નારા લગાવવા સાથે પ્રમુખના રાજીનામાની માંગ ઉઠી હતી. શહેરભરમાં હાલમાં વરસાદી માહોલમાં ઉભી થયેલ રોડ - રસ્તાના - ખાડાઓ તેમાં ભરાયેલ વરસાદી પાણી, બંધ સ્ટ્રીટ લાઇટ, રજૂઆતો ઢોરને લઇને આ પરિસ્તિક નિર્માણ થયુ હતું અને આ તમામ બાબતે કોંગ્રેસ શાસીત પાલિકા નિષ્ફળ હોવાના આક્ષેપ કરવા સાથે રેલી કાઢી તાળાબંધી કરી હતી.

(1:28 pm IST)