Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

મોરબી નગરપાલીકાના પ્રશ્રો ઉકેલવા બ્રિજેશભાઇ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત

મોરબીતા.૯: નગરપાલિકા સૌરાષ્ટ્રની સૌથી મોટી એ ગ્રેડ નગરપાલિકા છે જે જોતા નગરપાલિકામાં પૂર્ણ કાલીન ચીફ ઓફિસર તાકીદ મુકવા જરૂરી હોય અને રોજબરોજ પ્રશ્નો ઉકેલવા માટે અધિકારીની તાતી જરૂરિયાત હોય જે મામલે ધારાસભ્યે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે

મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રાજયના મુખ્યમંત્રી, અગ્રસચિવ, નગરપાલિકા નિયામકને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી એ સૌરાષ્ટ્રનું અગ્રમી હરોળનું શહેર છે ઉદ્યોગોથી રાજય સરકારને કરોડો રૂપિયાનો ટેકસ મળે છે જેથી અતિવૃષ્ટિમાં વિશેષ દરજ્જો આપીને વધુ નાણાકીય ફંડ અને સાધન સરંજામ ફાળવવામાં આવે તે જરૂરી છે ભૂતકાળમાં મચ્છુ જળ હોનારત વખતે મોરબીની પ્રજાની ગુજરાત સરકારે ખેવના કરેલી જેની યાદ અપાવતા બ્રિજેશભાઈ મેરજાએ રાજય સરકારને અનુરોધ કર્યો છે મચ્છુ ૨ ડેમમાંથી પાણી છોડતા સતત એકધારા વરસાદને લીધે મોરબી શહેરના રસ્તાઓ બિસ્માર બન્યા છે જૂની ગટર લીકેજ થવાને લીધે પાણી ઉભરાય છે નવી ગટરોનો પણ કમનસીબે ઉપયોગ થતો નથી વરસાદી પાણીનો સમયસર નિકાલ કરવામાં પાલિકાના ટાંચા સાધનોને લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે મોરબી શહેરના લોકોના હિતને ધ્યાનમાં લઈને તાકીદે ખાસ ફરજ પરના અધિકારી નગરપાલિકામાં નીમાય તેની આવશ્યકતા છે મોરબીમાં અતિભારે વરસાદને કારણે ઉભી થયેલ પરિસ્થિતિમાં લોકોની સમસ્યા સમયસર ઉકેલાય માટે રાજય સરકાર તાકીદે ચીફ ઓફિસરની નિમણુક કરે તે જરૂરી છે અન્યથા શહેરમાં ગંદકી અને રોગચાળો ફેલાશે જેથી નાગરિકોની ચિંતા કરીને રાજય સરકાર મોરબી નગરપાલિકાને ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટીની વિશેષ સુવિધા આપે તેવી માંગ કરી છે.

(1:21 pm IST)