Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

બરડા ડુંગરમાં પુરમાં તણાયેલ શીવાની બારાઇની બીજે દિ'એ લાશ મળી

પોરબંદર-છાંયાના લોહાણા પરિવારના ૭ સભ્યો બરડા ડુંગરમાં ખોડિયાર મંદિરે દર્શન કરવા જતા ધોધમાર વરસાદ બાદ પુરમાં ફસાયેલઃ એકબીજાના હાથ પકડી લેતા ૪ સભ્યોનો બચાવઃ ર સગી બહેનો સહિત ૩ ના મોત

આદિત્યાણાઃ બરડાડુંગર નદીકાંઠે આજે  જેની લાશ મળી આવેલ  તેે શીવાંગીનો ફાઇલ ફોટો તેમજ ગઇકાલે મળેલી પરિવારના સભ્ય મહિલાની લાશની તસ્વીર (તસ્વીરઃ પ્રકાશ પંડિત-આદીત્યાણા)

આદિત્યાણા પોરબંદર તા. ૯ : આદિત્યાણાના બરડાડુંગરમાં થાપાવાળા ખોડીયાર માતાજી મંદિરે દર્શન કરવા ગયેલ લોહાણા પરિવારના સાત સભ્યો રસ્તામાં ઓચીંતા વરસાદ બાદ પુરમાં ફસાઇ ગયેલ અને ત્રણ મહિલા, હિનાબેન જીતેન્દ્રભાઇ બારાઇ (ઉ.રર) તેની પુત્રી શિવાંગીબેન તથા ધારાબેન રાજેશભાઇ કોટેચા (ઉ.૪૦) તણાય ગયેલ અને ગઇકાલે ત્રણમાંથી હિનાબેન અને ધારાબેનનો મૃતદેહ મળી આવેલ હતો. ત્યારબાદ આજે સવારે બરડાની નદી કાંઠે શીવાનીની લાશ પોરબંદર ફાયરબ્રીગેડના તરવૈયાએ શોધી કાઢી હતી.

બરડાડુંગરમાં આવેલ થાપાવાળી ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલ લોહાણા પરિવારની ત્રણસ્ત્રીઓ (૧) હિનાબેન જીતેન્દ્ર બારાઇ(ર) શિવાંગીબેન જીતેન્દ્રભાઇ  બારાઇ (પુત્રી) ઉ.રર અને (૩) ધારાબેન રાજેશભાઇ કોટેચા ઉ.૪૦ ડુંગરમાં ગઇકાલે બપોરે ૪ વાગ્યે એકાએક અનરાધાર વરસાદ શરૂ થતા એક કલાકમાં ૪ ઇંચ પાણી પડી જતા ધોધમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવતા તણાઇ ગયેલ આ ત્રણ સ્ત્રીઓમાંથી હિનાબેન બારાઇ અને તેની બેન ધારાબેન કોટેચાની લાશ મળી આવેલ છે. રાણાવાવ સરકારી હોસ્પીટલે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવેલ છે. જયારે હિનાબેન બારાઇની પુત્રી શિવાંગી બહેન હજુ સુધી મળી નહોતી અત્યારે ડુંગરમાં અંધારૂ થતા હવે સવારે શોધખોળ કરવામાં શરૂ કરવામાં આવી હતી લોહાણા પરિવારના ૭ સભ્યો દર્શન કરવા ગયેલ તેમાં અચાનક વરસાદ શરૂ થતા ધોધમાં પાણી આવતા સાત જણા હાથ પકડી જતા હતા તેમાં ત્રણ સ્ત્રીઓ હાથ મુકાઇ જતા તણાઇ જવા પામેલ અને પરિવારના ૪ સભ્યો બચી જવા પામેલ છે.

બરડાડુંગરમાં થાપાવાળી ખોડીયાર માના મંદિર ઉપર દર્શન કરવા ગયેલ છાંયાના પરિવારની ત્રણ સ્ત્રીઓ મંદિર પાસે આવેલ ઝરણામાં પાણી વધુ પડતું આવી જતા તણાઇ ગયા બાદ એકસ્ત્રીની લાશ મળેલ છે જેનું નામ હિનાબેન (ઉ.૪પ)  જીતેન્દ્રભાઇ બારાઇ રહેવાસી છાંયા હોવાનું જાણવા મળેલ છે લાશને રાણાવાવ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલેલ છે ડુંગરમાં સ્થળ ઉપર રાણાવાવ પી.એસ.આઇ. ગરચર પહોંચી ગયેલ છે. તેમજ પોરબંદરથી ફાયર બ્રીગેડ અને તરવૈયાઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે બીજી સ્ત્રીની પણ લાશ મળી ગયેલ હોવાનું જાણવા મળી રહેલ છે ત્રીજી સ્ત્રીની લાશ શોધખોળ કરી રહ્રેલ છે.

છેલ્લા ચાર દિવસથી બરડાડુંગરમાં વરસાદના કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકથી ઝરણાઓ વહેતા થયેલ હોય થાપાવાળી ખોડીયાર માં ખાતે છાંયાથી લોહાણા પરિવાર દર્શન કરવા આવેલ, ત્યારે એક સ્ત્રી ઝરણામાં ગયેલ અને પગ લપસતા અન્ય સ્ત્રીઓ તણાયેલ હોવાનું જાણવા મળે છે.

ચાર દિવસમાં બરડાડુંગરમાં ૧૦ ઇંચ વરસાદ પડતા ડુંગરમાં આવેલ મોટામાં મોટુ ઝરણુ દિપડાઝર પણ પુષ્કળ પ્રમાણમાં વહી રહેલ છે.

(1:20 pm IST)