Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વિરપુર (જલારામ) માં આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન-હેત પ્રાયમરી સ્કુલ દ્વારા સર્વજ્ઞાતિ સમુહલગ્નઃ ૬૪ નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશેઃ ફોર્મ ભરવાનું શરૂ

વિરપુર (જલારામ) તા. ૯: પુજય જલારામ બાપાની પવિત્ર ભુમી એવી રાજકોટ જીલ્લાના વિરપુર મુકામે સેવાની જયોત સદાય ઝલતી રહે છે. તેવામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરતી સામાજીક સંસ્થા દ્વારા આગામી સવંત-ર૦૭૬ ના ફેબ્રુઆરી માસના રવિવારના રોજ એક નવમો સર્વજ્ઞાતીય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમુહ લગ્નના નામ નોંધણી કરવા ફોર્મ ભરવાનું તા. ૦ર-૯-ર૦૧૯ થી સંખ્યા પુર્ણ ન થાય ત્યાં સુધી સળંગ દર રવિવારે સમુહ લગ્નના ફોર્મ ભરવાનું રાખેલ છે. તેમજ ફોર્મ સાથે જરૂરી આધારોમાં સ્કુલ લીવીંગ સર્ટી/જન્મ તારીખનો દાખલો, રેશનકાર્ડ, ચાર ફોટા, આધારકાર્ડની ખરી નકલો સાથેની ઝેરોક્ષ તેમજ વર-કન્યાના પિતા/માતાના આધારકાર્ડની નકલો એમ તમામની પ (પાંચ) ખરી નકલો સાથે તમામ ઓરીજનલ કાગળો સાથે વર-કન્યા તથા વાલીઓએ આવવાનું રહેશે. તેમજ અગાઉથી કોર્ટ મેરેજ, સિવીલ મેરેજ કરેલ દંપતિઓ તેમજ આંતર જ્ઞાતીય લગ્ન ધરાવતા નવદંપતિઓ આ સમુહ લગ્નમાં ભાગ લઇ શકશે નહિં. આયોજક સંસ્થા દ્વારા આ સમુહ લગ્નના આયોજનની તડામાર તૈયારીઓ થઇ રહી છે. મર્યાદીત ૬૪-નવ દંપતિઓ માટેનું આયોજન કરવામાં આવેલ હોય વહેલા તે પહેલાના ધોરણે વાલીઓએ સમુહ લગ્નમાં નામ નોંધણી કરાવી જવી. આયોજક સંસ્થા દ્વારા દાતાશ્રીઓના સુંદર/સાથ સહકારથી શકય હશે તેટલી જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ કરીયાવરમાં ભેટ આપવામાં આવશે તેમ અનિલભાઇ સરવૈયા (મો. ૯૮રપ૮ ૮૧૮૮૧/૯૮રપ૩ ૭૧૬૮૯/૮૮૬૬પ ૯૮રપ૬, ૬૩પ૪પ ૧૮૦૭૯) ની યાદીમાં જણાવવામાં આવેલ છે.

સમુહ લગ્નના ફોર્મ ભરવા માટેઃ હેત ઇંગ્લીશ સ્કુલ, માહિતી કેન્દ્રની બાજુમાં, બસ સ્ટેન્ડ સામે, જેતપુર રોડ, વિરપુર (જલારામ) જી. રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો. ૯૮રપ૮ ૮૧૮૮૧/૯૮રપ૩ ૭૧૬૮૯/૮૮૬૬પ ૯૮રપ૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(1:20 pm IST)