Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

દેશી બનાવટની પિસ્ટલ જીવતા કારતુસ સાથે સુરેન્દ્રનગરના ૩ શખ્સો ઝડપાયા

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા નાઓના માર્ગદર્શન તથા એલ.સી.બી. ના ઇ/ચા પોલીસ ઇન્સપેકટર ટી.એસ.રીઝવી સાહેબની સુચના મુજબ આજરોજ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. સી.એન.રાઠોડ તથા પો.કોન્સ. બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા નાસ્તા ફરતા સ્કોડના હે.કો. મયુરસિહ રામસિંહ ડોડીયા તથા આ.હે.કોન્સ. રામદેવસિંહ દેવુભા મોરીઙ્ગ તથા રાણપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. આઇ.જી.મોરી તથા અના.હે.કો. દશરથભાઇ રણછોડભાઇ કમેજળીયા તથા અના. હે.કો. મનસુખભાઇ રણછોડભાઇ કમેજળીયા તથા આ. હે.કો.નિકુંજભાઇ ગોરધનભાઇ ડાભી તથા અના.પો.કોન્સ. કુલદિપસિંહ પ્રવિણસિંહ ગોહીલ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો તા.૦૯/૦૯/૨૦૧૯ ના ગઢડા જલજીલીણી અગીયારના તહેવાર સબબ તથા માનનીય મુ.મંત્રીશ્રી ના ગઢડા મુકામેનો પ્રવાસ કાર્યક્રમ સબબ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સબબ રાણપુર મીલટ્રી હાઇવે રોડ ઉપર જાળીલા- હડમતાળા જવાની બરવાળા ચોકડી પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે દરમ્યાન એક કાળા કલરની હ્યુન્ડાઇ વર્ના ગાડી માલણપુર ગામ તરફથી આવતા તે ગાડી શંકાસ્પદ જણાતા ગાડી ચેક કરતા ગાડીમાંથી ત્રણ ઇસમો (૧) રૂતુરાજભાઇ લાલજીભાઇ આલ જાતે રબારી ઉવ. ૩૦ રહે. સુરેન્દ્રનગર ઠે. ૮૦-ફુટ રોડ, દેશળ ભગતની વાવ પાછળ, જી. સુરેન્દ્રનગર મુળ રહે. ચોકડી ગામ તા. ચુડા જી. સુરેન્દ્રનગર(૨) કેવલભાઇ રમેશભાઇ કલોતરા જાતે રબારી ઉવ. ૨૬ રહે. સુરેન્દ્રનગર ઠે. ૮૦-ફુટ રોડ, દેશળ ભગતની વાવ પાછળ જી. સુરેન્દ્રનગર (૩) ધર્મેશભાઇ ભરતભાઇ બાર જાતે રબારી ઉવ. ૨૮ રહે. સુરેન્દ્રનગર ઠે. ૮૦-ફુટ રોડ, સંધવી પાર્ક જી. સુરેન્દ્રનગર વાળા નાઓ પાસેથી એક હાથ બનાવટના પિસ્ટલ (અગ્નિશામક શસ્ત્ર) દેશી બનાવટની પિસ્ટલ નંગ – ૧ તથા જીવતો કારતુસ નંગ – ૧ મળી આવતા ત્રણેય ઇસમોને ધોરણસર અટક કરી પીસ્ટલ-૧ કિ.રૂ. ૨૦,૦૦૦/ ની તથા કાર્ટીઝ-૧ કિ.રૂ. ૧૦૦/- તથા કાળા રંગની વર્ના કાર કિં.રૂ. ૭,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન- ૫ કિ.રૂ. ૧,૪૩,૦૦૦/-ઙ્ગ મળી કુલ કિ.રૂ. ૮,૬૩,૧૦૦/- નો મુદૃામાલ કબ્જે કરી ત્રણેય ઇસમો વિરૂધ્ધ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ એલ.સી.બી. ના ઇ/ચા પો.ઇન્સ. ટી.એસ.રીઝવી નાઓ ચલાવી રહેલ છે. આ કામગીરી પોલ્રીસ અધીક્ષકશ્રી હર્ષદ મહેતાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. શાખા ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ટી.એસ.રીઝવી સાહેબની સુચનાથી એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. સી.એન.રાઠોડ તથા પો.કોન્સ. બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા નાસ્તા ફરતા સ્કોડના હે.કો. મયુરસિહ રામસિંહ ડોડીયા તથા આ.હે.કોન્સ. રામદેવસિંહ દેવુભા મોરી તથા રાણપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. આઇ.જી.મોરી તથા અના.હે.કો. દશરથભાઇ રણછોડભાઇ કમેજળીયા તથા અના. હે.કો. મનસુખભાઇ રણછોડભાઇ કમેજળીયા તથા આ. હે.કો.નિકુંજભાઇ ગોરધનભાઇ ડાભી તથા અના.પો.કોન્સ. કુલદિપસિંહ પ્રવિણસિંહ ગોહીલનાઓએ કરેલ છે.

(1:19 pm IST)