Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વેરાવળમાં ભારે વરસાદ બાદ કપિલા નદીમાં ઘોડાપુર : પાણીના પ્રચંડ પ્રવાહમાં ટ્રક રમકડાંની માફક તણાયો

સ્થાનિકોએ સમય સૂચકતા વાપરીને ડ્રાઈવરને બચાવી લીધો

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. વેરાવળમાં ભારે વરસાદના બાદ કપીલા નદીમાં આવેલા પૂરથી એક ટ્રક તણાઈ ગયો હતો.

હજારો કિલો વજન ધરાવતો ટ્રક પાણીના પ્રચંડ પ્રવાહ સામે જાણે કે રમકડાની જેમ તણાઈ ગયો. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિકોએ સમય સૂચકતા વાપરીને ડ્રાઈવરને બચાવી લીધો હતો. ઉપરવાસ વરસાદથી કપીલા નદી બે કાંઠે વહી રહી છે.

(1:09 pm IST)