Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

લીલીયામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો : નાવલી નદી બે કાંઠે

રસ્તાઓમાં નદીઓ વહી : નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અમરેલીના લીલીયા પંથકમાં મેઘો મૂશળધાર વરસ્યો છે. લીલીયા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લિલીયા શહેરમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે લિલીયાની નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

(1:06 pm IST)