Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

દેશના સ્વચ્છ આરોગ્ય કેન્દ્રની સ્પર્ધામાં

જામવણથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સ્વચ્છતામાં દ્વીતીય ક્રમનો એવોર્ડ મળ્યો

ફલ્લા તા. ૯: ભારત સરકારશ્રીના જલ અને પર્યાવરણ મંત્રાલય તરફથી જુન-૨૦૧૯માં સ્વચ્છ મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાંથી સ્વચ્છ આરોગ્ય કેન્દ્રના નોમીનેશન મંગાવેલ જેમાં  ગુજરાત રાજયમાંથી જામવણથલી પ્રા.આ.કેન્દ્રને નોમીનેટ કરેલ છે. જે ભારત સરકારના જળ મંત્રાલય દ્વારા બીજા નંબરે સૌથી સ્વચ્છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરીકે પસંદગી થઇ હતી.

તાજેતરમાં વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે મંત્રાલયના મંત્રીશ્રીના વરદ હસ્તે દિલ્હી મુકામે સ્વચ્છ પ્રા.આ. કેન્દ્રનુ સમગ્ર દેશનુ બીજા નંબરનુ આરોગ્ય કેન્દ્રનું  બહુમાન મેડીકલ ઓફીસર ડો.સુભાષભાઇ ઘમસાણિયા તથા સમગ્ર આરોગ્ય કેન્દ્ર જામવણથલીના સ્ટાફને એવોર્ડ આપેલ હતો.

મેડીકલ ઓફિસરે જામવણથલી નજીકના પચીસ ગામોના દર્દીઓનો આરોગ્ય કેન્દ્રને સ્વચ્છ રાખવા બદલ આભાર માનેલ. આ એવોર્ડમાં ડો.ઓ.જી.બથવાર તથા જીલ્લા વિકાસ અધિકારી જોષીભાઇના નેતૃત્વ હેઠળ કામગીરી કરેલ  હતી.

(12:12 pm IST)
  • બાબરી કેસમાં કલ્યાણસિંહ વિરુદ્ધ કોર્ટ પહોંચી સીબીઆઈ : રાજ્યપાલપદે કાર્યકાળ પૂરો થયા બાદ આજે ફરી ભાજપમાં જોડાયા કલ્યાણસિંહ :બાબરી મસ્જિદ તોડી પાડવા મામલે રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ અને ભાજપ નેતા કલ્યાણસિંહને સમન્સ પાઠવવા સીબીઆઈએ લખનૌની વિશેષ સીબીઆઈ કોર્ટમાં અરજી દાખલ કરી access_time 1:03 am IST

  • બપોરે ૧ર થી ર વચ્ચે કોડીનાર, કંડોરણા, સોનગઢ, બારડોલી, ખંભાતમાં ૧ થી ૧II ઇંચ : આજે પણ ૧૦૩ તાલુકાઓમાં મેઘરાજાની હાજરી : સવારથી બપોર સુધીમાં સોનગઢ, ખગ્રામ (નવસારી), આહવામાં ચાર-ચાર ઇંચ : વધઇ-ડોલવણમાં ત્રણ-ત્રણ ઇંચ access_time 3:48 pm IST

  • ભારતીય સેનાએ આતંકીઓથી ભરેલી પાકિસ્તાની પોસ્ટ ફૂંકી મારી : લાશોના ઢગલા : એલઓસી પાસે લિપ વૈલી વિસ્તાર સ્થિત પાકિસ્તાની પોસ્ટ તબાહ : લિપ વૈલી પાસેની પન્ડુ વિસ્તારમાં બનેલી આ પોસ્ટમાંથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરાતું હતું અને આતંકીઓને ઘુસાડવા માટે લોન્ચપેડ તરીકે ઉપયોગ થતું હતું : ભારતીય સેનાએ નષ્ટ કરી દેતા અનેક આતંકીઓના મોત access_time 12:57 am IST