Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

લીલી સાજડીયાળીમાં મોબાઇલની બબાલમાં મયુરની ધોલધપાટ

કેશુભાઇ અને ચંદુભાઇએ પ્લાસ્ટીકના પાઇપથી ફટકાર્યો

રાજકોટ તા.૯: આજીડેમ પોલીસ મથક તાબેના લીલી સાજડીયાળી ગામમાં રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં મયુર પ્રવિણભાઇ મકવાણા (ઉ.૨૧) નામના યુવાનને ગામમાં સાંજે છએક વાગ્યે કેશુભાઇ ગોરાભાઇ મકવાણા અને ચંદુભાઇએ પ્લાસ્ટીકના પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.મયુરના સગાના કહેવા મુજબ મયુરે વાત કરવા માટે કેશુભાઇની ભત્રીજીને મોબાઇલ ફોન આપ્યો હતો. આ ફોન પાછો લઇ લેતાં બબાલ થઇ હતી અને હુમલો કરાયો હતો.

(12:08 pm IST)