Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

માણાવદર પંથકમાં ભારે વરસાદથી રસાલા-સણોસરા-ખારા ડેમ સતત ઓવરફલો

માણાવદર તા. ૯ : પંથકમાં છેલ્લા ત્રણ થી ચાર દિ'થી સતત ૪ થી માંડી ૬ ઇંચ સુધી પડેલા ભારે વરસાદના પગલે માણાવદર પંથકના બાંટવા ખારાડેમ ગઇકાલે રાત્રીના છલોછલ ભરાય જતાં ઓવરફલો થયો હતો તે રાત્રીના ૧૦ વાગ્યા આસપાસથી ૪ દરવાજા ૧ ફુટ ખોલવા પડયા હતા. તે અત્યારે બીજા દિવસે રવિવારે ૬ વાગ્યે ૧ દરવાજો ૬ ઇંચ ખુલ્લો રાખી પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવી રહ્યાનું તંત્રએ જણાવેલ છે ડેમ લેવલ જાળવવા થાય છે તો રસાલા ડેમ શુક્રવારે ઓવર ફલો થયો તે ગ્રામ્ય વિસ્તારોના ભારે વરસાદના પગલે હજી તા.૮/૯/ર૦૧૯ સાંજના ૬ સુધી ઓવરફલો પાણી ડેમમાંથી થઇ રહ્યું જે પાણીજ બતાવે છ ેકે કેટલો વરસાદ પડી ગયો હશે સણોસરા ગામના વિશાળ વિસ્તાર ધરાવતો સણોસરા ડેમ ગઇકાલે ભારે પ્રવાહ સાથે ઓવરફલો થયો હતો.

સતત બે દિ'થી જાંબુડા ગામે પ થી ૭ ઇંચ સુધી પડયો હતો તો ગઇ શનિવાર સાંજના ૪ થી રવિવાર -૪ સુધીમાં ર૪ કલાકમાં ૧૦ ઇંચ જેટલો વરસાદ બારેમેઘ ખાંગા થઇ તુટી પડતા પાણીપાણી કરી દીધું હતું તેમ મટીયાણા ગામના રાજુભાઇ બોરખતરીયા સરપંચશ્રીએ જણાવ્યું હતું.

(12:08 pm IST)