Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સુરેન્દ્રનગર : ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંક ખોટમાંથી બાર આવી નફો કરશે

 સુરેન્દ્રનગર : ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, સાંસદ મહેન્દ્રભાઇ મુંજપરા અને જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિમાં સાધારણ સભા યોજવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લાની પોતાની બેંક ગણાતી સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંક લી.ના અનેક મંડળીઓના લોકો સાધારણ સભામાં હાજર રહ્યા હતા. આથી ૧૦ વર્ષ પહેલા આ સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંક ૭૨ કરોડની દેવુ હતુ જેમાં છેલ્લા ૧૦ વર્ષમાં બેંકે નફો કરી આ ખોટને પુરવા પ્રયાસ કર્યો હતો ત્યારે આ અંગે બેંકના પ્રમુખ હરદેવસિંહ પરમાર અને ડાયરેકટરોની સતત મહેનતના પગલે અને અલગ અલગ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત મંડળીઓના મંત્રીઓના કારણે આ બેંકની ખોટ ગઇ કાલે સભામાં પ કરોડ રહી છે. ત્યારે આગામી સમયમાં આ ખોટમાંથી જિલ્લાના ડીસ્ટ્રીકટ બેંક બાર આવી આગામી સમયમાં સારો નફો કરશે એવા એંધાણ છે ત્યારે ખાસ કરી બેંકના પ્રમુખ હરદેવસિંહએ જણાવ્યુ હતુ કે આ બધી ખોટ સારી એવી ગ્રામીણ ક્ષેત્રની મંડળીઓના કારણે પુરવાર થઇ છે. ત્યારે આગામી સમયમાં પણ આ મંડળીઓનો એવો સહકાર પ્રાપ્ત થશે તો બેંકો સતત નફો કરશે. ત્યારે આ સભામાં ધારાસભ્ય ધનજીભાઇ સાંસદ મહેન્દ્રભાઇ, અનિરૂધ્ધસિંહ પઢીયાર અને બેંકના ડાયરેકટર અને વિવિધ મંડળીઓના મંત્રીઓ હાજર રહ્યા હતા.(૪૫.૮)

 

(12:07 pm IST)