Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ધોરાજીમાં યાહુસેન ના નારા સાથે ૧૦૦ જેટલા તાજીયા પળમાં શહીદ એ આઝમ કોન્ફ્રન્સમાં:મુફ્તી સફીકનું વાયઝ

ધોરાજીઃધોરાજી ખાતે મોહરમ માં કરબલા ના શહીદો ની યાદ માં બનાવેલ.૧૦૦ જેટલા કલાત્મક તાજીયા આજે  બપોરે ૩ કલાકે પળમાં આવશે યા હુસેન ના નારા અને ઢોલ નગારા ના નાદ થી સમગ્ર શહેર ગુંજી ઉઠશે સતત છ માસ થી રાત દિવસ મહેનત કર્યા બાદ ૧૦૦ જેટલા તાજીયા જોવા એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે ધોરાજી ના યુવાનો એ રંગબેરંગી જિયાલટીન થર્મોકોલ અને જારી ના ઉપયોગ દ્વારા વિવિધ ડિઝાઇન થી તૈયાર કરાયેલ તાજીયાઙ્ગ આજે પળમાં આવશે ઉલ્લેખનીય છે કે ધોરાજી ના મોહરમ એકતા અને વિવિધતા ભવ્યતા સાથે ઉજવાતા હોઈ છે ધોરાજી ના લોકો રોજગાર કમાવવા બહાર ગયા હોઈ જે ખાસ કરી ને સુરત બેંગ્લોર બોમ્બે સહીત ના ભારત ભર માંથી લોકો ધોરાજી મોહરમ.ની ઉજવણી કરવા પધારતા હોઈ છે સુરત અને બોમ્બે થી આવતી ખાનગી બસો પણ હાઉસ ફૂલ જોવા મળી રહી છે લોકો ધોરાજી પોહચી ગયા છેઙ્ગ ઁઅને બપોરે ૧૦૦ જેટલા તાજીયા નું ચકલા ચોક ખાતે થી સૈયદ રુસ્તમ માતમ ના સૈયદ બસીરમિયા બાપુ અને સૈયદ રુસ્તમ.ના હોદેદારો ની ઉપસ્થિતિ માં તાજીયા જુલુસ નીકળશે જે સાંજે ૭ કલાકે બહારપુરા ખાતે પોહ્રચસે અને બહારપુરા ખાતે સાંજે ૭ કલાકે હુસેની નિયાઝ કમીટી દ્વારા યોજાતી ૧૦૦ વર્ષ જૂની નિયાઝ એ હુસેની નું  આયોજન કરેલ છે બહારપુરા ખાતે ખ્વાજા સાહેબ દરગાહ પટાંગણ માં રઝવી કમીટી દ્વારા જશ્ને શહીદ એ આઝમ કોન્ફ્રન્સ યોજાશે જેમાં ધોરાજી માં.પ્રથમ વખત પધારનાર એવા મુફ્તી સફીક કરબલા ના ઐતિહાસિક યુદ્ઘ ની દાસ્તાન સંભળાવશે અને ઇમામ હુસેન ની બારગાહ માં સાલતો સલામ અને વિશ્વ શાંતિ અને દેશ ની સલામતી અમન શાંતિ ભાઈચારા માટે દુઆ એ ખેર કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૈયદ હાજી ઈકબાલબાપુ જેહમત ઉઠાવી રહ્યા છે અને વહેલી સવારે પ્રથમ બાલ કુંવારા અને કયુમબાવા સૈયદ ની સિરાજી સેજ મુબારક અને બાદ સૈયદ રૂસ્તમ તાજીયા બાદ તમામ તાજિયાઓ કરબલા તરફ જવા રવાના થશે  મોહરમ.નિયમિતએ મુસ્લિમ સમાજ અગ્રણી અને મતવા માલધારી સમાજના મોભી હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી,અનુબાપુ રફાઈ, અમીનભાઈ નવિવાલા, અફરોજભાઈ લકડકૂટા બાસિતભાઈ પાનવાળા અબ્દુલભાઇ નાલબંધ સહિતના ઓ એ લોકો ને મુબારક બાદ પાઠવી છે  સોનુ ગ્રુપ દ્વારા પણ આકર્ષક અને કલાત્મક તાજીયા બનાવી અને સૌરાષ્ટ્ર ના દરેક ખૂણે મોકલવામાં આવે છે ખાસ કરી ને સોનુ ગ્રુપ ના કારીગરો છમહિના ની અથાગ મેહનત કરી અને કલાત્મક તાજીયા ઓ બનાવી પોરબંદર રાજકોટ જૂનાગઢ રાણાવાવ સહીત ના ગામો માં મોકલી આપે છે જયારે ધોરાજી માં તાજીયા બનાવતા કારીગરો ની કામગીરી ભારત ભરમાં પ્રખ્યાત છે ધોરાજી ખાતે બહારપુરા હુસેની નિયાઝ કમીટી દ્વારા ૧૦૦ વર્ષ થી યોજાતી નિયા  ઉપસ્થિત રહ્યા હતા. અને નિયાઝ તા ૧૦ મોહરમ.ના રોજ રાબેતા મુજબ ચાલુ રાખવા નિર્ણય કર્યો હતો. વરસાદી માહોલ વચ્ચે પણ ઉલ્લેખનીય છે કે બહારપુરા ખ્વાજા સાહેબ દરગાહ ગ્રાઉંડ માં ૧૦૦ વર્ષ થી યોજાઈ રહેલ નિયાઝ આઙ્ગ વર્ષ પણ રાબેતા મુજબ યોજાશે જેથી લોકો એ કોઈ પણ અફવા માં ન આવવા અને નિયાઝ નો લાભ લેવા માટે એક યાદી માં જણાવ્યું છે. (કિશોર રાઠોડ દ્વારા)

(12:06 pm IST)