Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ઉના પાસે મછૂન્દ્રી ડેમ સતત ચોથા દિવસે ઓવરફલો

મછૂન્દ્રી તથા રાવલ નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહઃ દ્રોણેશ્વર મંદિર સુધી નદીના પાણી

મચ્છુન્દ્રી તથા રાવલ નદીમાં ધસમસતા પાણીની તસ્વીરો. (તસ્વીર : નીરવ ગઢીયા -ઉના)

 

ઉના તા. ૯ :.. નજીકનો મછૂન્દ્રી ડેમ સતત ચોથા દિવસે પ૦ સે.મી. ઓવરફલો થઇ રહેલ છે. ઉના ગીર ગઢડાના જળાશય વિસ્તારમાં ગઇકાલે ૬ ઇંચ વરસાદ બાદ આજે સવારે મેઘરાજાએ પોરો ખાધો છે.

ઉના-ગીરગઢડા-દિવને પીવાનું પાણી સાંશાઇનું પાણી પુર પાડતો ડેમ ઉપર ગઇકાલે ૧ર કલાકમાં ૧૪પ મી. મી. ૬ ઇંચ વરસાદ વરસી જતા ત્થા જંગલમાં ૧૦ થી ૧ર ઇંચ વરસાદ વરસી જતા સવાર સુધીમાં ૪ મીટર પાણીની આવક થતા ૧૯ મીટર ભરાઇ ગયો હતો. ૩૪૧૬૪ કયુસેક પાણીની આવક ચાલુ રહેતા ડેમના તમામ ૬ દરવાજા પ ફુટ ખોલી નખાતાં રાવલ નદીમાં ઘોડાપુર આવેલ અને તમામ નાના પુલ ઉપરથી પાણી વહેવા લાગેલ સાંજે ૪ વાગ્યે આવક ર૪૭ર કયુસેક થતાં ર દરવાજા ૩૦ સે.મી. ખુલ્લ રખાયા છે.

ગીર ગઢડાનાં કોદીમા જંગલ પાસે આવેલ મછૂન્દ્રી ડેમ સતત ૪થા દિવસે પાણીની ૬પ૯ કયુસેક પાણીની આવક ચાલુ રહેતાં ૧૦.પ૦ મીટર ભરાયેલો છે. ૬પ૯ કયુસેક પાણીની જાવક ત્થા ધોડાવડી, ઇટવામાં વરસાદ થતાં ઘોડાવડી, ઇટવામાં વરસાદ થતાં દ્રોણેશ્વર પાસે આવેલ મછૂન્દ્રી પીંક અપ વીપર ડેમમાં પાણીની જોરદાર આવક થતાં દ્રોણથી ફાટસર ઇટવાયા જતો કોઝવે પાણીમાં ડૂબી ગયેલ મછૂન્દ્રી નદીમાં ઘોડાપુર આવતા પાણી દ્રોણેશ્વર મહાદેવના મંદિર સુધી ઘુસી ગયું હતું અને ગુરૂકુળ દ્વરા જલ જીલણી અગીયારસ મંડપ ડોમમાં પાણીમાં ગરકાવ થઇ ગયા હતા આ પુર ઉના દેલવાડા - રામપરા, પસાર થતી મછૂન્દ્રી નદીમાં ઘોડાપુર આવેલ હતું. ઉના શહેરમાં ઝરમર ઝરમર અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

(12:02 pm IST)