Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સોમનાથ ટ્રસ્ટના સફાઇ કામદારોની સખત મહેનત સોમનાથ મંદિરને સ્વચ્છ આઇકોનીક પ્લસ એવોર્ડ

પ્રભાસપાટણ તા.૯ : સોમનાથ મંદિરએ પ્રથમ જયોતિર્લિંગ છ.ે વર્ષ દરમ્યાન કરોડો યાત્રીકો આવતા હોય છે. અને મંદિર ખૂબજ સાફ સુથરૂ અને સ્વચ્છતાને કારણે અલૌકિક અનુભુતી છે .તેવા શુભ આશયથી ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલ, ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી તેમજ સર્વ ટ્રસ્ટીઓના માર્ગદર્શન સાથે જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની સતત દેખરેખ હેઠળ સોમનાથ ટ્રસ્ટ હસ્તકના સોમનાથ મંદિર અને અન્ય મંદિરો અતિથિગૃહો ખાતે ટ્રસ્ટના સફાઇ કામદારો ટાઢ-તડકો વરસાદમાં પોતાના એરીયા સ્વચ્છ રાખવા માટે સતત અડીખમ રહે છે. જે અંગે આવનાર દેશ-વિદેશના યાત્રીઓના માનસપર પર અનેરી છાપ લઇ જતા હોય છે આ કઠોર પરીશ્રમને બિરદાવવામાં આવેલ છે જે અંતર્ગત શ્રેષ્ઠ સ્વચ્છ તિર્થધામ ર૦૧૯ એનાયત કરાયો છે જેને લઇ ટ્રસ્ટના કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળેલ છે આ પ્રસંગે એચ.એમ.એસ.સંલગ્ન સોમનાથ ટ્રસ્ટ કર્મચારી સંગઠન મંડળના પ્રમુખ કારોબારી સભ્યો દ્વારા સોમનાથ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓને તથા મેનેજરને શુભેચ્છા પાઠવવામાં આવેલ અને વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવનાર છે. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ) (૬.૧૫)

 

(12:01 pm IST)