Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

લગ્નની લાલચે ભુજની હોટલમાં સગીર કન્યા સાથે સતત બે દિવસ દુષ્કર્મ કર્યુ

ભુજ તા.૦૯: લગ્નની લાલચે પોતાના પરિવારની સગીર દીકરી સાથે દુષ્કર્મ કરાયું હોવાની ફરિયાદ ભુજ બી ડિવિઝન પોલીસમાં કરાઈ છે. ભુજની લોટસ સોસાયટીમાં રહેતા અને માધાપર મધ્યે હોટલમાં કામ કરતા કરણ ધરમાજી ગારૂ સામે પોકસો હેઠળ પોલીસે ફરિયાદ નોંધી છે.

પરણવાની લાલચ આપીને આરોપી કરણ સગીર કન્યાને ૨૬ દિવસ પહેલાં હોટલમાં લઈ ગયો હતો અને આ હોટલના રૂમમાં બે દિવસ રાખીને તેણી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. શરીર સબંધ બાંધ્યા બાદ સગીર કન્યાના પરિવારને આ અંગે જાણ થતાં તેમણે લગ્નની વાત કરી હતી પણ કરણ ફરી ગયો હતો. એટલે સગીર કન્યાના પરિવારે દુષ્કર્મ ની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

(12:00 pm IST)