Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ભાવનગર જીલ્લાનાં શેત્રુંજી ડેમની સપાટી ર૪.૯ ફૂટ, બોર તળાવ ૩૩ ફૂટ, ખોડીયાર તળાવની સપાટી રર.પ ફુટ

ભાવનગર તા. ૯: ભાવનગર જીલ્લાનાં શેત્રુંજી ડેમની સપાટી ર૪.૯ ફુટ, બોરતળાવની સપાટી ૩૩ ફુટ અને ખોડીયાર તળાવની સપાટી રર.પ ફુટે પહોંચી છે.

ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણી આવક થતાં આજે સીવારે ડેમની સપાટી ર૪.૯ ફુટે પહોંચી છે. હાલ આ ડેમ ૪૩ ટકા ભરાયો છે અને ૩૪ ફુટે ઓવરફલો થશે. જયારે ભાવનગર શહેરનાં બોરતળાવની સપાટીમાં એક ફુટનો વધારો થતાં બોરતળાવની સપાટી ૩૩ ફુટે પહોંચી છે. જયારે ખોડીયાર તળાવની સપાટીમાં બે ઇંચનો વધારો થતાં તેની સપાટી રર.પ ફુટે પહોંચી છે.

(12:01 pm IST)