Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

કચ્છઃ પુત્ર ન થતાં સાસુ અને પતિના ત્રાસ થી ત્રસ્ત બે પુત્રીઓની માતાએ ઇચ્છા મૃત્યુની માંગણી કરી

રાષ્ટ્રપતિ, રાજયપાલને લખ્યો પત્ર, ગાંધીધામના ગળપાદરની યુવા પરિણિતાએ આદિપુર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કર્યા બાદ કોઇ કાર્યવાહી ન થતાં છુટાછેડાની ધમકી સાથે તરછોડી દેવાતા માગ્યું ઇચ્છામૃત્યુઙ્ગ મૃત્યુ

ભુજ તા ૯ :  ભુજ ગાંધીધામના ગળપાદર ગામની આહીર પરિણિતા દ્વારા રાષ્ટ્રપતિ, રાજયપાલ સમક્ષ ઇચ્છા મૃત્યુનીં માંગણી કરતા પત્રએ ચકચાર સર્જી છે. લક્ષ્મીબેન ભાવેશ વીરડા (આહીર) નામની પરિણીત યુવતીએ પોતાની દાસ્તાન વર્ણવતાં આ પત્રમાં લખ્યું છે કે, લગ્નબાદ તેને જન્મેલા પ્રથમ પુત્રનું પાંચ દિવસમાં મોત નીપજયું હતું.

ત્યારબાદ તેણીના લગ્નજીવનમાં બે  પુત્રીઓનો જન્મ થયો પણ, પતિ ભાવેશ તેમજ સાસુ કુંવરબેન દ્વારા પુત્ર જન્મ ન થતાં તેણી (લક્ષ્મીબેન) ને સતત મેંણા ટોંણા તેમજ ત્રાસ અપાઇ રહયો છે. ઘરેલું બાબતે પણ કંકાસ કરાઇ રહ્યો છે. મારકુટ કરીને પોતાને અલગ રહેવા માટે તરછોડી છુટાછેડાની ધમકી પણ અપાઇ રહી હોવાનો આક્ષેપ લક્ષ્મીબેને કર્યો છે. આ અંગે આદિપુર મહિલા પોલીસ સ્ટશનમાં ફરિયાદ કર્યા બાદ પણ પોતાને ન્યાય ન મળતાં હવે પરિસ્થિતી અસહ્ય હોઇ આ આહીર પરિણિતાએ રાષ્ટ્રપતિ, તેમજ રાજયપાલને પત્ર લખી ઇચ્છા મૃત્યુની પરવાનગી આપવાની માંગણી કરી છે.

જીલ્લા કલેકટર, કચ્છ બોર્ડર રેન્જ આઇજી., પૂર્વ કચ્છ ડીએસપીને પણ પોતાના ઇચ્છા મૃત્યુ અંગે માંગેલી પરવાનગી માટેના લખેલા પત્ર વિશે લક્ષ્મીબેન ભાવેશ વિરડાએ લેખિતમાં જાણ કરી છે.

(11:33 am IST)