Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

કોટડાસાંગાણી તાલુકા ભાજપ સંગઠન પર્વના હોદ્દા પરથી સંજય ગોસ્વામી બરતરફ

કોટડાસાંગાણી, તા. ૯ : તાલુકાના વેરાવળ શાપર ગામના સંજય ગોસ્વામી ફરીયાદ ઉઠતા તાલુકા ભાજપ દ્રારા તેમને સંગઠન પર્વના હોદ્દા પરથી દુર કરાયો છે

ભારતીય જનતા પાર્ટી કોટડા સાંગાણીમાં સંગઠન પર્વના સહ ઇન્ચાર્જના પદ પર શાપર વેરાવળના સંજય ગોસ્વામીની નિમણુક કરાઈ હતી જેનો ગેર લાભ સંજય ગોસ્વામીએ  કરેલ તેમજ ઓનલાઈન સભ્ય નોંધણીમાં વેરાવળ ગામની અંદર  કરેલી કામગીરી અંગેની ફરિયાદ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ સુધી પહોંચતા સંજય ગોસ્વામીને સંગઠન પર્વના સહ ઇન્ચાર્જના હોદ્દા પરથી દુર કરાયો છે. અને જણાવેલ કે હાલ સંજયને ભાજપ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી જેથી કરીને જાહેર જનતાને જણાવવાનું કે સંજય સાથે ભાજપ પક્ષ લક્ષી કોઈપણ વ્યવહાર કરવા નહિ.

(11:31 am IST)