Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ઉનાના ગાંગડા ગામની નદીના પુરમાં બે યુવાનો તણાયાઃ એકનો બચાવ

તણાઇ ગયેલ યુવાનની શોધખોળ માટે એનડીઆરએફની ટુકડી કામે લાગીઃ ડે.કલેકટર અને મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા

ઉના, તા., ૯: ઉનાના ગાંગડા ગામની નદીના ધસમસતા પુરમાં બે યુવાનો તણાયેલ અને એક યુવાનને બચાવી લેવામાં આવ્યો છે. બીજા યુવાનની શોધખોળ માટે એન.ડી.આર.એફ.ની ટુકડી કામે લાગી છે.  ઉનાના ગાંગડા ગામની નદીમાં પુર આવતા ર યુવાનો ઘનશ્યામ મનુભાઇ પરમાર (ઉ.વ.૩૦) અને મનજી દિનેશભાઇ (ઉ.વ.ર૬) બન્ને તણાઇ ગયેલ અને ઘનશ્યામભાઇ મનુભાઇ હેમખેમ કાંઠે આવી જતા બચી ગયેલ છે. જયારે બીજો યુવાન મનજી દિનેશભાઇ પુરના પ્રવાહમાં દુર ચાલ્યો જતા લાપતા બની ગયેલ છે.

આ બનાવની જાણ થતા ડે. કલેકટરશ્રી પ્રજાપતી અને મામલતદારશ્રી નિનામા ઘટના સ્થળે  આવી ગયેલ અને એેનડીઆરએફની ટુકડીને બોલાવીને લાપત્તા યુવાનની શોધખોળ ચાલુ કરેલ છે.

(11:30 am IST)